પાલેજમાં એક જ મહિનાની અંદર અલગ-અલગ નિયમભંગ બદલ ટ્રાફિક પોલીસ દ્વારા એક લાખ રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ અંગે જાણવા મળતી વિગત મુજબ ઓગષ્ટ મહિનાની અંદર ટ્રાફિક પોલીસ દ્વારા એક લાખના દંડની વસૂલાત કરવામાં આવી છે. સૌથી વધુ હાજર દંડ મતલબ કે ત્રીપલ સવારીમાં બાઈક-સ્કૂટર ચલાવવું, મોબાઈલ ફોન પર વાત કરવી, નંબરપ્લેટમાં છેડછાડ, આરટીઓ માન્ય નંબરપ્લેટ ન રાખવી, સહિતના નિયમોના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.આ ઉપરાંત મુખ્ય બજારમાં આડેધડ વાહનો પાર્ક કરનારા વાહન ચાલકોને પણ પોલીસે કડક સૂચના આપી હતી. તેમ છતાં વાહન આડેધડ પાર્ક કરી કરતા લોકો સામે ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડ વસૂલવામાં આવ્યો હતો. સદર ટ્રાફિક ડ્રાઈવમાં નંબર પ્લેટ વગરના -વાહનો, હેલ્મેટ વગર મોટર સાઇકલ હંકારતા -વાહન ચાલકો, તેમજ લાઇસન્સ વિના વાહન હંકારનાર -ચાલકો સામે પોલીસે દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કુલ એક લાખ રૂપિયાનો દંડ વસુલ કર્યો હતો.
પાલેજ ટ્રાફિક પોલીસે એક મહિનામાં વાહન ચાલકોને 1 લાખનો દંડ ફટકાર્યો
Views: 130
Read Time:1 Minute, 30 Second