ભરૂચ શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ગેરકાયદેસર પાર્ક કરાયેલ વાહનો મળી આવેથી નીચે મુજબ દંડનીય કાર્યવાહી કરવમાં આવશે.જેની નોધ લેશો…

Views: 70
0 0

Read Time:2 Minute, 29 Second

આથી ભરૂચ શહેરની જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કે , ભરૂચ શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ગેરકાયદેસર પાર્ક કરાયેલ વાહનો જેવા કે ટુ વ્હીલર , થ્રી – વ્હીલર , ફોર – વ્હીલર , તથા ભારે વાહનો માટે પોલીસ અધિક્ષકશ્રી ભરૂચનાઓના જરૂરી માર્ગદર્શન મુજબ ભરૂચ શહેર ટ્રાફિક સ્કોડ દ્વારા વાહનો ટોઇંગની કામગીરી તા .૦૯ / ૦૩ / ૨૦૨૧ થી શરૂ કરવામાં આવેલ છે . જેથી જાહેર જનતાએ પોત – પોતાના વાહનો ટ્રાફિકને અડચણરૂપ પાર્ક ને કરવા તેમજ “ નો ” પાર્કિંગમાં વાહનો પાર્ક ન કરવા ભરૂચ શહેર ટ્રાફિક સ્કોડ તરફથી નમ્ર અપીલ કરવામાં આવે છે . ભરૂચ શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ગેરકાયદેસર પાર્ક કરાયેલ વાહનો મળી આવેથી નીચે મુજબ દંડનીય કાર્યવાહી કરવમાં આવશે . જેની નોધ લેશો.

*ટુ-વ્હીલર વાહન માટે ટોઈંગ ચાર્જ રૂ.૯૫/- અને એમ.વી.એક્ટ મુજબ ટ્રાફિક અડચણરૂપ વાહનનો દંડ રૂ.૫૦૦/- એમ કુલ ૫૯૫/- ભરવા પડશે

* થી-વ્હીલર વાહન માટે ટોઈંગ ચાર્જ રૂ.૧૪૫/- અને એમ.વી.એક્ટ મુજબ ટ્રાફિક અડચણરૂપ વાહનનો દંડ રૂ.૫૦૦/- એમ કુલ ૬૪૫/- ભરવા પડશે.

* ફોર-વ્હીલર વાહન માટે ટોઈંગ ચાર્જ રૂ.૧૯૫/- અને એમ.વી.એક્ટ મુજબ ટ્રાફિક અડચણરૂપ વાહનનો દંડ રૂ.૫૦૦/- એમ કુલ ૬૯૫/- ભરવા પડશે

*ભારે વાહન માટે ટોઈંગ ચાર્જ રૂ.૨૫૦/- અને એમ.વી.એક્ટ મુજબ ટ્રાફિક અડચણરૂપ વાહનનો દંડ રૂ.૫૦૦/- એમ કુલ ૭૫૦/- ભરવા પડશે

ઉપરોકત ટોઇંગ કરેલ વાહન ના માલિકોએ પોતાનું વાહગ્ન સ્થળ ઉપર દંડ ભરપાઇ કરી છોડાવી શકશે તેમજ જે તે વાહન માલિક હાજર નહી હોય , તો તે ટોઇંગ કરેલા વાહનો પોલીસ હેડ કવાટર્સ કાળી તલાવડી ભરૂચ ખાતે રાખવામાં આવનાર હોય , ત્યાં હાજર ફરજ પરના ડે – ઓફિસર પાસે દંડનીય કાર્યવાહી પૂર્ણ કરી વાહન પરત મેળવવું .

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ગ્રાહકોની નજર ચુકવી જ્વેલર્સની દુકાનમાંથી સોનાની ચોરી કરતી મહીલાની ગેંગ પકડી પાડી ચોરીના એક કેસનો ભેદ ઉકેલી કાઢતી અંકલેશ્વર શહેર પોલીસ...

Thu Mar 11 , 2021
Spread the love              પોલીસ મહાનીરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓ તરફથી જીલ્લામાં બનેલ મિલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ અંકલેશ્વર ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેક્ટર એફ.કે.જોગલ નાઓની સુચના મુજબવિગત:- અંકલેશ્વર શહેર […]

You May Like

Breaking News

error: Content is protected !!