રિકશામાં દારૂની હેરાફેરી માટે બાઇક પર બૂટલેગરનું પાયલોટિંગ, 4 શખ્સો ઝબ્બે ભરૂચના ટંકારીયાથી કરજણના કલ્લા ગામે દારૂની ખેપ મારી રહેલાં 4 આરોપીને પોલીસે ઝડપી પાડયાં છે. દારૂ ભરેલી રીકશાઓનું બૂટલેગર બાઇક પર પાયલોટિંગ કરી રહયો હતો. પાલેજના મહીલા પીએસઆઇ દેસાઇ તથા તેમની ટીમને સીતપોણ તરફથી ટંકારીયા તરફ આવતાં રોડ પર દારુનો જથ્થો ભરી બે રીકશા પસાર થનાર છે અને તેનું ટંકારીયા ગામનાં અનવરવલી ચવડા બાઇક પર પાયલોટિંગ કરી રહયો હોવાની બાતમી મળતાં વોચ ગોઠવવામાં આવી હતી.જેમાં પહેલાં બાઇકચાલકને અને બાદમાં બંને રીકશાઓને અટકાવી હતી. રીકશાઓમાંથી વિદેશી દારૂના 1 હજાર કરતાં વધારે પાઉચ મળી આવ્યાં હતાં. પોલીસે એક લાખ રૂપિયાના દારૂ સહિત કુલ 2.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટંકારીયાના અનવર ચવડા, ઐયુબ કરકરીયા અને મોહંમદઅલી રફીક અલી તથા મેસરાદના આઝાદ પટેલની ધરપકડ કરી હતી.
રિકશામાં દારૂની હેરાફેરી માટે બાઇક પર બૂટલેગરનું પાયલોટિંગ, 4 શખ્સો ઝબ્બે
Views: 191
Read Time:1 Minute, 16 Second