ભરૂચ જિલ્લામાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા તથા વોન્ટેડ તેમજ પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી દરમિયાન ભરૂચ LCB ની ટીમે ત્રણ અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે એક આરોપીને ઝડપી પાડ્યો છે.
ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા જિલ્લામાં નાસતા ફરતા તથા વોન્ટેડ તથા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આદેશ આપ્યા હતાં. જેના અનુસંધાન ભરૂચ LCB ના પીએસઆઈ એમ.એમ.રાઠોડ અને તેમની ટીમના સભ્યોએ પેટ્રોલીંગ દરમિયાન ઝઘડીયા પોલીસ મથકમાં નોંધાયેલા રાયોટીંગના ગુનામાં વોન્ટેડ આરોપી મિતેશ જગદીશભાઇ ઠાકોર તથા દિપક ઉર્ફે દિપો મનહરભાઇ ઠાકોર બન્ને રહે, ગોવાલી તા. ઝઘડીયાને તેમના ઘરેથી ઝડપી પાડ્યા હતા. જ્યારે બીજા એક આરોપી કે જે ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનામાં આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. તે આરોપી સંજય ઉર્ફે પીલો શંકરભાઇ ગોહીલને માહિતીના આધારે વાગરા તાલુકાના લખીગામ તેના ઘરેથી ઝડપી પાડી એ ડીવીઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે.
જ્યારે ભરૂચ પેરોલ ફર્લોની ટીમ પણ જિલ્લામાં નાસતા ફરતા તથા વોન્ટેડ તથા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવાની કામગીરીમાં હતી.જેમાં પીએસઆઈ ડી.એ.તુવર અને તેમની ટીમના માણસો રાજપારડી વિસ્તારમાં હાજર હતા,તે દરમિયાન છેલ્લા સાત વર્ષથી છોટાઉદેપુર જીલ્લાના બોડેલી પોલીસ મથકમાં નોંધાયેલા મારામારીના ગુનામાં નાસતો ફરતો આરોપી તોફિક હમીદશા દિવાનને જરસાડ ગામ ખાતેથી પકડી સી.આર.પી.સી. 41 (1) આઈ મુજબ અટક કરીને રાજપરડી પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે.
ફરાર આરોપીઓ ઝડપાયા:ભરૂચ LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ચાર આરોપીને ઝડપી પાડ્યા
Views: 38
Read Time:2 Minute, 18 Second