Read Time:1 Minute, 18 Second
ગૃહ વિભાગ સૂચના થી રાજ્યની તમામ સબ જેલમાં દરોડા પાડવામાં આવ્યાં હતા. ભરૂચ સબ જેલમાં પણ જિલ્લા પોલીસ વડા ડૉ લીના પાટિલ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસસોજી સહિત વિવિધ પોલીસ મથકના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ દ્વારા ભરૂચ સબ જેલમાં ચેકીંગ હાથ ધરાયું હતું.ભરૂચ સબ જેલમાંથી પણ કેદીઓ પાસેથી અવાર નવાર મોબાઈલ મળવા તેમજ અન્ય ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ડામવા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ભરૂચ જિલ્લો સંવેદનશીલ જિલ્લાની યાદીમાંમાં આવે છે ત્યારે ભરૂચ સબ જેલ માં ઘણ કેદીઓ પાકા કામના કેદીઓને સંખ્યા વધુ હોવાથી અહીથી મોબાઈલ સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિ માટેના સમાચારો પણ બહાર આવ્યાં હતા. જેથી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વિવિધ પોલીસ મથકના અધિકારીઓ અને એક સી બી અને એસ ઓ જી ની ટીમો સાથે સઘન ચેકીંગ હાથ ધરાયું હતું.