સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વડોદરા એસ.ટી.ડેપો માં યોજાયો શ્રમદાન કાર્યક્રમ ભારત દેશ ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના આહવાહ દ્વારા સમગ્ર દેશ માં આજે 1 ઓક્ટોબર ના રોજ સવારે 10 કલાકે દેશ ના પ્રત્યેક નાગરિક ને એક કલાક શ્રમદાન કરી મહાત્મા ગાંધીજી ને સ્વચ્છતાંજલી આપવા માટે ની હૃદયસ્પર્શી અપીલ કરવા માં આવી હતી,દેશ ના જાગૃત નાગરિકો સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા આ અભિયાન ને ઉત્સાહપૂર્વક વધાવી લેવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજે ગુજરાત એસ.ટી.નિગમ ના વડોદરા વિભાગીય નિયામકશ્રી વિકલ્પ શર્મા સાહેબ ના સાનિધ્ય માં એક શ્રમદાન કાર્યક્રમ નું આયોજન સેન્ટ્રલ એસ.ટી.ડેપો ખાતે કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ માં અટલાદરા સ્થિત સ્વામિનારાયણ સંસ્થાન BAPS ના સાધુસંતો,હરિભક્તો અને સ્વંય સેવકો તેમજ પંજાબ નેશનલ બેંક અને ઓરીએન્ટલઇન્શ્યોરન્સ કંપની ના કર્મચારીઓ ની સાથે વડોદરા એસટી ડેપો ના ડેપો મેનેજર શ્રી ખાંટ સાહેબ, ATI શ્રી રાઠોડ સાહેબ, TC શ્રી રાજુભાઇ પ્રજાપતિ સહિત એસ. ટી.ડેપો ના કર્મચારીઓ વિશાળ સંખ્યા માં જોડાઈ એસટી ડેપો ના કમ્પાઉન્ડ, બિલ્ડીંગ ના વિવિધ વિસ્તારો માં સફાય આદરી ને એક કલાક નું ઉત્સાહ પૂર્વક શ્રમદાન કરી સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમ માં હાજર રહી યોગદાન આપનાર તમામ નો વિભાગીય નિયામક શર્મા સાહેબ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વડોદરા એસ.ટી.ડેપો માં યોજાયો
Views: 42
Read Time:2 Minute, 9 Second