અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના ગોલ્ડન ટાઉનશીપમાં સલીમની ચાલમાં જુગાર રમતા નવ આરોપીને LCB પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ 26 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ LCBએ જુગારના કેસો શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં LCB પીએસઆઇ એ.એસ. ચૌહાણ ભરૂચની ટીમ પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે માહિતી મળી હતી કે, સંજાલી ગામના ગોલ્ડન ટાઉનશીપમાં સલીમની ચાલમાં જુગાર રમાઈ રહ્યો છે. જેથી ટીમે ત્યાં રેડ કરી જુગાર રમતા 9 જુગારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતાં. પોલીસે તેમની અંગ ઝડતીના તથા દાવ પરના રોકડા રૂપીયા તથા મોબાઇલ ફોન નંગ-03 સહિત કુલ કિ.રૂ.26,110નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે સ્થળ પરથી જુગાર રમતા રાજુ બીજલાલ કનોજીયા, રાજેકુમાર કમલેશ રાવત, નીરજ હુકુમસિંહ યાદવ, મુસીર મુસ્લીમ ખાન, મહેલાલ સુખુ કોલ, વિવેકકુમાર આશારામ ચૌહાણ, મદન કમલુ ચૌહાણ, જિલ્લા સુખ કોલ અને વિનોદ કુમાર રાધેશ્યામ ચૌહાણને ઝડપી પાડી તેમની સામે જુગારધાર કલમ હેઠળ ગુનો નોંધીને પાનોલી પોલીસ મથકમાં સોંપવામાં આવેલા છે.
સંજાલી ગામે સલીમની ચાલમાં જુગાર રમતા હતા; પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો; પાનોલી પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા
Views: 167
Read Time:1 Minute, 46 Second