
ભરૂચ ભરૂચ જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠકમાં પાણીના નિકાલ, કાંસની સફાઇ, જાતિના દાખલા કઢાવવા પડતી મુશ્કેલી સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત તેનું નિરાકરણ લાવવા માટે જરૂરી પગલાં ભરવા તાકીદ કરી હતી. ભરૂચ જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક જિલ્લા આયોજન કચેરી ભરૂચના સભાખંડમાં યોજાય હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી એ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓ ધ્વારા રજૂ કરાતા વિકાસલક્ષી પ્રશ્નો અંગે અધિકારીઓને નક્કર કામગીરી કરવા તેમજ તમામ સમસ્યાઓનો સમયસર ઉકેલ દ્વારા પ્રજાજનોને લોકાભિમુખ વહીવટની પ્રતીતિ કરાવવા જિલ્લા વિકાસ અધિકારીએ તાકીદ કરી હતી.આ યોજાયેલ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજુકરવામાં આવેલા વિવિધ પ્રશ્નો જેવાકે પાણી નિકાલ અંગેના પ્રશ્નો, કાંશ સફાઈ તેમજ જાતિના દાખલા કઢાવવા પડતી મુશ્કેલી અંગેના વિવિધ પ્રશ્નો અંગેની ચર્ચાઓ કરવામાં આવિહતી.આ ઉપરાંત પદાધિકારી ધ્વારા રજૂ થયેલા પ્રશ્નો અંગે વિગતવાર માહિતી સાથે સમયમર્યાદામાં નિકાલ કરવા જણાવ્યું હતું.સાથે સાથે ઉપયોગી માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું.તેમજ સાંસદ અને ધારાસભ્યના રેફરન્સ પ્રશ્નો ગત બેઠકમાં રજુ થયેલા પ્રશ્નોનો એક્શન ટેકન રીપોર્ટ સહિત વિવિધ મુદ્દાઓની સમિક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ તથા જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.