ભરૂચ જિલ્લાના જંબુસરમાં દેશનું પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્ક બનાવવા માટે સરકારે શરૂ કરી ટેન્ડર પ્રક્રિયા

ભરૂચ જિલ્લાના જંબુસરમાં દેશના પેહલા ₹2200 કરોડના બલ્ક ડ્રગ્સ પાર્કને લઈ આગામી વર્ષમાં એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ API માટે ચીન પર નિર્ભર ભારત આત્મનિર્ભર બની જશે. જંબુસરમાં બલ્ક ડ્રગ પાર્ક ઝડપી પ્રગતિનો સાક્ષી બનવા માટે ઝડપભેર આગળ વધી રહ્યો છે. ગુજરાત સરકાર પાર્કની સુવિધાઓ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા અને નજીકના ભવિષ્યમાં કંપનીઓને જમીન ફાળવવાની તૈયારી કરી રહી છે.અંદાજે 2200 એકરમાં ફેલાયેલો આ પાર્ક મહત્ત્વપૂર્ણ કી સ્ટાર્ટિંગ મટિરિયલ્સ KSMs, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ API અને ફાર્માસ્યુટિકલ ઇન્ટરમીડિએટ્સ કોમોડિટીઝ કે જે હાલમાં ચાઇનાથી આયાત કરવામાં આવે છે તેના સ્થાનિક ઉત્પાદનને ઝડપી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવા માટે તૈયાર થઈ જશે.ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન IDMA એ પાર્કની કલ્પના લગભગ 400 કંપનીઓ માટે સંભવિત ઘર તરીકે કરી છે. જે રૂ. 8,000 કરોડથી વધુનું રોકાણને આકર્ષે તેવી આશા હાલ સેવવામાં આવી છે. ફાર્માસ્યુટિકલ હબ તરીકે ગુજરાતની સ્થિતિ દેશમાં મહત્વની બની રહી છે.જે દેશની નિકાસ અને ઉત્પાદન ક્ષમતા બંનેમાં નોંધપાત્ર યોગદાન આપે છે. આયાતી જથ્થાબંધ દવાઓ પર નિર્ભરતા ઘટાડવા માટે, કેન્દ્ર સરકારે સમગ્ર ભારતમાં ત્રણ બલ્ક ડ્રગ પાર્કની સ્થાપના કરવાની દરખાસ્ત કરી હતી, જેમાંથી એક ગુજરાતના ભરૂચના જંબુસરમાં આકાર લઈ રહ્યો છે.જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્કની અંદરની સામૂહિક સુવિધાઓ, જેમાં નાઇટ્રોજન યુટિલિટીઝ, કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ CETP, સોલવન્ટ રિકવરી યુનિટ્સ, ટ્રેનિંગ સેન્ટર્સ, ટેસ્ટિંગ લેબોરેટરીઓ અને રિસર્ચ સ્પેસનો સમાવેશ થાય છે, જેને નાણાકીય વર્ષના અંત સુધીમાં કાર્યરત થવાની ધારણા છે.સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (APIs) ની આયાત 2021-22માં $2,110 મિલિયનથી વધીને 2022-23માં $3,180 મિલિયન થઈ હતી, જેમાં નોંધપાત્ર હિસ્સો ચીનમાંથી મેળવવામાં આવ્યો હતો. જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્ક શરૂ થઈ જતા ચીન પર ભારતનું ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે અવલબન ઘેટશે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

યુરિયા ખાતર માટે દુકાનોની બહાર લાંબી લાઇન:ખાતરની સમસ્યા દૂર કરી રહ્યાં છીએ..

Tue Aug 22 , 2023
જંબુસર ભરૂચ જિલ્લાને ખરીફપાકમાં અંદાજે 65હજાર મેટ્રીક ટન યુરિયાની જરૂરિયાત ઉભી થતી હોય છે. જેની સામે આ વર્ષે માત્ર 2800 મેટ્રીક ટન જેટલો જથ્થો ફળવાયો છે. જેના પગલે જંબુસર અને વાગરા તાલુકામાં યુરિયા ખાતર મેળવવા માટે ખાતરના ડેપો પર લાંબી કતારો લાગી હોવાના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. વરસાદે વિરામ લેતાં […]

You May Like

Breaking News