મહારાષ્ટ્રથી વડોદરાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ(શાકમાર્કેટ) ખાતે ત્રણ જુદીજુદી મહીન્દ્રા પીકઅપમાં તુવેર, ગવાર, વાલોળ જેવી શાકભાજી ભરીને વેચાણ અર્થે ખેડુતો વહેલી સવારે વડોદરા શાકમાર્કેટ ખાતે ગયા હતા. જ્યાથી શાકભાજીનો જથ્થો વેચી રુપિયા 1,20,000ની રોકડ રેક્ઝીનની બેગમાં ગાડીના કેબીનમાં મુક્યા હતા. ત્યારે ડભોઇની શિનોર ચોકડી પાસે ચા નાસ્તો કરવા ત્રણેય ગાડીઓ ઉભી રાખી લોક કરી હતી. તે સમયે કાચ તોડી અજાણ્યા ઇસમ દ્વારા રુપિયા ભરેલી બેગની ચોરી કરી ફરાર થઈ જતા બનાવની ડભોઇ પોલીસમાં ફરીયાદ આપી હતી.ડભોઇ પોલીસમાંથી મળતી માહીતી મુજબ ફરીયાદી વિજય અશોક સોનુ ઉ.વ.24 ધંધો ખેતી.રહે.ચિંચવે, તા.માલેગાવ(મહારાષ્ટ્ર)ની ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓ અને તેમની સાથેના અન્ય ખેડુતો જેમા રવિન્દ્ર ભામરે, અતુલ શિંદે તેમજ સોનુ ઠાકરે સહીતના જુદી જુદી પીકઅપ ગાડીઓ લઈને મહારાષ્ટ્રથી શાકભાજીનો જથ્થો ભરીને વેચાણ અર્થે વડોદરા શાકમાર્કેટ ખાતે વહેલી સવારે આવ્યા હતા. જ્યાથી શાકભાજીનો જથ્થો વેચી રૂપિયા 1,20,000 રોકડા લઈ પરત મહારાષ્ટ્ર જતા હતા.ત્યારે રેક્ઝીનની બેગમાં રુપિયા મુકી ગાડીઓ ડભોઇની શિનોર ચોકડી પાસે ઉભી રાખી નાસ્તો કરવા ગયા હતા. તે વખતે કોઇ અજાણ્યો ચોર ઇસમ પીકઅપ ગાડીનો કાચ તોડી કેબીનમાં મુકેલા રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો હતો. ચા નાસ્તો કરીને આવી કાચ તુટેલું જોતા ગાડીમા તપાસ કરતા રુપિયા ભરેલી બેગ ન દેખાતા ચોરી થયાનું નક્કી થતાં ડભોઇ પોલીસને ફરીયાદ આપી હતી. વેપારીની ફરીયાદ આધારે ડભોઇ પોલીસે ગુન્હો નોંધી અજાણ્યા ઇસમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ડભોઇની શિનોર ચોકડી પાસે ગાડીનો કાચ તોડી રૂ.1.20 લાખની ચીલઝડપ…
Views: 72
Read Time:2 Minute, 27 Second