ભરૂચ LCBની ટીમે અંકલેશ્વરના ઉછાલી ગામની સીમમાં ફાર્મ હાઉસ ભાડે રાખીને ગેસ રિફિલિંગ કરીને ગેસની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ત્યારે ભરૂચ SOGની ટીમે પણ અનાજ કરિયાણાની દુકાનની આડમાં ગેસ બોટલ રિફિલિંગ કરતાં એક ઇસમને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ એસ.ઓ.જીની ટીમના બે જવાનોને સયુંકત બાતમી મળી હતી કે, સારંગપુર ગામમાં આવેલી અનાજ કરિયાણાની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરાય છે. જેથી ટીમના માણસોએ માહિતીના આધારે સ્થળ પર રેડ કરતાં સારંગપુર ગામમાં લક્ષ્મણ નગરમાં આવેલા ચામુંડા અનાજ કરીયાણાની દુકાનમાં આ કામના આરોપી બક્ષી રોશનભાઈ ખત્રી ચાંમુડા કરિયાણાની દુ.નં-196 લક્ષ્મણનગર કાલીમાતાના મંદિર પાસે અનઅધિકૃત ગેસની બોટલોમાંથી નાની બોટલોમાં રિફિલિંગ કરી બેદરકારી દાખવી પોતાની તથા અન્ય માણસોની જીંદગી જોખમમાં મુકાય એવુ કૃત્ય કરતા ઝડપાઈ ગયા હતા. પોલીસે તેની પાસેથી ગેસના બોટલ નંગ 11 તથા વજનકાંટા નંગ – 2 તથા રિફિલિંગ પાઈપ નંગ -2 મળી કુલ કિં.રૂ. 22,900નો મુદ્દામાલ કબ્જે કરી અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ ચલાવી છે.
ભરૂચ SOGની ટીમે અનાજ કરિયાણાની દુકાનની આડમાં ચાલતા ગેસ રિફિલિંગનો પર્દાફાશ કર્યો; પોલીસે સ્થળ પરથી એક વ્યક્તિની અટકાયત કરી
Views: 110
Read Time:1 Minute, 41 Second