ભરૂચ શહેરમાં હવે સામાન્ય બોલાચાલીમાં પણ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ અહમદ નગર સોસાયટીમાં ગાડીની ઓવર ટેક કરવા બાબતે બે પડોશી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે બોલાચાલીએ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એકને ચપ્પુના ઘા ઝીંકી દેતા તેને લોહી લુહાણ અવસ્થામાં સારવાર અર્થે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચ શહેરના મનુબર ચોકડી નજીક આવેલા એહમદ નગરમાં ગાડીની ઓવર ટેક કરવા બાબતે બોલા ચાલી થયી હતી ત્યાર બાદ ઈલ્યાસ ભાઈ પોતાની બાળકીને લેવા માટે જતા રહ્યા હતા અને ચપ્પુ મારનાર રહુફ ઘરે જઇ ચપ્પુ લાવી ઈલ્યાસ ભાઈને ઉપર છાપરી ત્રણ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ ઈલ્યાસ ભાઈને સારવાર માટે ભરૂચની વેલફર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ભોગ બનનાર ઈલ્યાસ ભાઈએ મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે સામાન્ય બાબતે થયેલા જગડામાં પેહલા મને માર મારી લીધો હતો અને ત્યાર બાદ હું મારી બાળકીને લેવા માટે જતો રહ્યો હતો અને બાળકીને લઈને પરત આવી રહ્યો હતો તે વેળાએ રહુફ નામના ઇસમે રસ્તામાં આવીને મને ચપ્પુના 3 ઘા ઝીંકી દીધા હતા.અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચમાં છેલ્લા કેટલાય સમયથી મર્ડર તેમજ લૂંટફાટના બનાવો ખૂબ વધી રહ્યા છે તો શું ભરૂચ પોલીસ આવા બેખોફ બનેલા અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવે છે કે કેમ તે વાત હાલ તો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ઈલ્યાસ ભાઈને ચપ્પુના ઘા ઝીંકી દેતા તેઓને લોહીલુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચની વેલ્ફર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને હુમલાખોર સામે ઇજાગ્રસ્ત ઇલ્યાસ ભાઈએ હાલતો ભરૂચ શહેર બી.ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી હોવાનું જણાવ્યું હતું.