મહિલા પર હુમલો કરનારા 4 આરોપીને બે વર્ષની કેદ

ભરૂચ તાલુકામાં આવેલાં એક ગામમાં રહેતી એક મહિલાએ ઉસ્માનગની ઉર્ફે નિઝામુદ્દીન વોરા પટેલ સામે દુષ્કર્મની ફરિયાદને લઇને કોર્ટ પાસે એફિડેવિટ કરવા માટે ગઇ હતી. તે તેનું કામ પતાવીને બહાર નિકળી ત્યારે ઉસ્માનગની તેમજ તેના સગારિતોએ તેને બુમ પાડી રોકી હતી. તેમજ રૂપિયા 10 લાખમાં સમાધાન કરવા કહેતાં તેણે ના પાડતાં ઉસ્માનગીની તેમજ તેના સાગરિતોએે તેમના પર હુમલો કરતાં તેમણે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ભરૂચના ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ સોનલ મહેતાની કોર્ટમાં કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓ સરફરાજ ઉર્ફે સકુ ઉમરજી વોરા પટેલ (રહે. દહેગામ) ઝહીર ઇસ્માઇલ (રહે. ભીડભંજનની ખાડી), અબ્દુલ્લા ઉર્ફે બાબુ દુધવાલા (રહે. દહેગામ)ને આઇપીસીની 323,114 હેઠળ એક વર્ષની સજા તેમજ 5 હજારનો દંદ અને તે ભરપાઇ ન કરે નો વધુ 15 દિવસની કેદ તથા આઇપીસીની કલમ 504,114 હેઠળ બે વર્ષની કેદનો હૂકમ કર્યો છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સાળંગપુર હનુમાનજીના દર્શને ગયેલા અંકલેશ્વરના પરિવારના મકાનમાં તસ્કરો ત્રાટકયા; રૂ. 1.90 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર

Thu Apr 4 , 2024
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના નવી દીવી રોડ પર આવેલા નર્મદા નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી કુલ રૂ. 1.90 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના નવી દીવી રોડ ઉપર જલારામ મંદિર પાસે આવેલા નર્મદા નગરના મકાન નંબર 18માં રહેતા હેમંત ઝીણાભાઈ પટેલ […]

You May Like

Breaking News