ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ડીએફસી ગુડ્સ રેલવે પ્રોજેક્ટની સાઇટ પરથી 45 લાખના વાયરોની ચોરીના કારસામાં પોલીસે પંજાબી ગેંગના 6 સાગરિતોને ઝડપી પાડ્યાં હતાં. ટીમે તેમની પુછપરછ કરતાં તેમણે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. તેઓ ચોરીની વારદાતને અંજામ આપવા જાય તે પહેલાં એક ખાસ પ્રકારની ગોળી ખાતાં હતાં. જેનાથી તેમનો જુસ્સો વધી જતો હતો. જેના પગલે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી દહેજ તેમજ તેની આસપાસના ગામોમાં મેડિકલ સ્ટોર પર ચેકિંગ કરતાં પ્રિસ્ક્રિપ્શન વિના દવા આપનાર 5 સંચાલકો સામે કાર્યવાહી કરી છે.ભરૂચ તાલુકાના થામ અને મનુબર ગામની વચ્ચે બની રહેલાં ગુડ્સ રેલવે લાઇનના પ્રોજેક્ટ વિસ્તારમાંથી 45 લાખના વાયરોની ચોરી કરનાર પંજાબી ગેંગને એલસીબીની ટીમે ઝડપી પાડી હતી. દરમિયાનમાં આરોપીઓની પુછપરછ વેળાં તે પૈકીના કેટલાંક સાગરિતો અશક્તિ – દુ:ખાવાની કેફિયત રજૂ કરતાં પુછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. તેઓ SEMDX PLUS નામની ગોળીના બંધાણી હોવાનું માલુમ પડ્યું હતું. આરોપીઓ તે ગોળીઓનું સેવન કરતાં હોઇ તેમને શરીરમાં કોઇ દુ:ખાવો ન થવા સાથે શરીર એકદમ શાંત પડી જવા સાથે તેમનો જુસ્સો વધતો હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે પોલીસે તુરંત એક્શનમાં આવી દહેજ પંથકમાં આવેલાં ગામોમાં ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ સી. એન. કળથીયા તેમજ કે. પી. વારલેકરને સાથે ચેકિંગ હાથ ધર્યું હતું.જેમાં તેમણે અંદાજે 22થી વધુ મેડિકલ સ્ટોરમાં ડમી ગ્રાહકો મોકલી તેમની પાસેથી SEMDX PLUS ગોળીની માંગણી કરતાં 5 મેડિકલ સ્ટોરના સંચાલકોએ તે ગોળીઓ વિના પ્રિસ્ક્રિપ્શને આપતાં તે પાંચેય મેડિકલ સ્ટોર સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી હતી.સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, પંજાબથી ચોરી કરતાં આવતી ગેંગના સાગરિતો જે તે વિસ્તારમાં રેકી કરતાં સમયે ત્યાંથી મેડિકલ સ્ટોરમાંથી SEMDX PLUS નામની દવા વિના પ્રિક્રિપ્શન ખરીદતાં હતાં. આરોપીઓ દિવસમાં 9થી 10 ગોળીઓ ખાઇ જતાં હતાં. જેથી તેમનો જુસ્સો વધતો હતો.નશા માટે SEMDX PLUS ગોળીઓનો ઉપયોગ થતો હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી. આ દવા દુ:ખાવા માટેની છે. SEMDX PLUS ગોળી પેટ, માથું શરીરના દુ:ખાવા માટે ઉપયોગમાં લેવાય છે. હાલમાં અમે વિસ્તારની 22 મેડિકલ સ્ટોરમાં તપાસ કરી હતી. જે પૈકીની 5 સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વિના દવા અપાતી હોઇ તેમને હાલમાં બંધ કરી દેવાઇ છે. અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.પોલીસ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઘટનાના પગલે દહેજ સહિત નજીકમાં આવેલાં જોલવા ગામ, રહિયાદ , જાગેશ્વર તેમજ ભેંસલી સહિતના ગામોમાં 22થી વધુ દુકાનોમાં ચેકિંગ કર્યું હતું. જે પૈકીની 5 દુકાનોમાં પ્રિસ્ક્રિપ્શન વિના દવા અપાઇ રહી હોવાનું માલુમ પડ્યું હતું. તેમજ પાંચ પૈકી માત્ર એક જ મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટની હાજરી જણાઇ હતી. જેથી તે અંગેની પણ અલગ કાર્યવાહી કરાઇ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, દહેજ-વાગરામાં ઝોલાછાપ ડોક્ટરોનો પણ રાફડો ફાટ્યો છે.મેડિકલ સ્ટોરના નામન્યૂ મા મેડિકલ સ્ટોર, દહેજભાવના મડિકલ એન્ડ જનરલ સ્ટોર – જોલવાજય ગાયત્રી મેડિલીંક – રહિયાદજય ગાયત્રી મેડિસીન – જાગેશ્વર ગજાનંદ મેડિકલ સ્ટોર – ભેંસલી
પંજાબના તસ્કરો જુસ્સો વધારવા નશાની ગોળી ખાતાં હતાં
Views: 117
Read Time:4 Minute, 34 Second