કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સિમ કાર્ડ દ્વારા થતી છેતરપિંડીને રોકવા માટે નવા નિયમો જાહેર કર્યો છે. નવા નિયમો હેઠળ દૂરસંચાર વિભાગે બલ્ક બાયર અને કંપનિઓ માટે ગ્રાહકોના સિંમ કાર્ડ વેરિફિકેશનના નિયમોને શખ્ત કર્યો છે.નિયમો હેઠળ હવે ટેલિકોમ કંપનીએ કોઈ પણ નવા કનેક્શન આપતા પહેલા કંપનીના રજિસ્ટ્રેશનની તપાસ કરવામાં આવશે અને દર 6 મહિને કંપની તેનું વેરિફિકેશન પણ કરશે.
જણાવી દઈએ કે કંપનીઓના નામે જારી કરાયેલા સીમકાર્ડના ફ્રોડ વધારો થવાને કારણે સરકારે આ નિર્ણય લીધો છે. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા કંપનીઓનું રજિસ્ટ્રેશનની તપાસ કરવામાં આવશે. જો કે, ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગે ગ્રાહકોના સિમ વેરિફિકેશન નિયમોમાં રાહતનો નિર્ણય લીધો હતો. આ અંતર્ગત, હવે કોઈ નાની ભૂલ માટે ટેલિકોમ કંપનીઓ પર 1 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવશે નહીં. જોકે સરકારે ગ્રાહકોના વેરિફિકેશન નિયમોનું પાલન ન કરવા બદલ ટેલિકોમ કંપનીઓને 3000 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે.
નવા નિયમો અનુસાર કંપનીના લોકેશનનું દર છ મહિને વેરિફિકેશન કરવામાં આવશે વેરિફિકેશન દરમિયાન કંપનીના લોન્ગીટ્યૂડ અને લોટીટ્યૂડની માહિતીને એપ્લીકેશન ફોર્મમાં ભરવાની રહેશે. એટલુ જ નહિ કંપની તરફથી કોઈ પણ કર્મચારીના કનેક્શન આપવામાં આવ્યું છે તેની માહિતી શેર કરવી પડશે.માહિતી અનુસાર,નવા નિયમોને લાગુ કરવા માટે કંપનીઓને 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.