આંતકીઓ સતત જાગતા રહેવા ટ્રેમેડોલ ડ્રગ્સ વાપરે છે ટ્રેમેડોલ દવાઓનું ઉત્પાદન ભારતમાં પ્રતિબંધિત છે. ટ્રેમેડોલ ડ્રગ્સનો ઉપયોગ આઇએસઆઇએસના આંતકીઓ થાક ઓગાળવા અને સતત જાગતા રહેવા માટે કરતાં હોવાનું ભુતકાળની ઘટનાઓમાં જણાવા મળ્યું છે. ત્યારે એલાયન્સ ફાર્મામાં તેના રો-મટિરિયલના વિપુલ જથ્થો મળી આવતાં તેનું ઉત્પાદન કરી ભારતમાં અન્યત્ર કે વિદેશમાં મોકલવામાં આવતું હોવાની શક્યતા નકારી શકાય તેમ ન હોઇ એટીએસ દ્વારા મામલામાં ખાસ તપાસ હાથ ધરી છે ભરૂચ વર્ષ 2022માં ઓગષ્ટ મહિનામાં એનસીબી તેમજ સ્થાનિક પોલીસે અંક્લેશ્વરની ઇન્ફીનિટી રિસર્ચ નામની કંપનીમાંથી કુલ 1300 કરોડોથી વધુની મત્તાનો એમડી ડ્રગ્સ બનાવવામાં વપરાતાં કેમિકલોનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઘટનાના બે વર્ષ બાદ પુન: ભરૂચ જિલ્લામાં વધુ એક કંપનીમાંથી પ્રતિબંધિત દવા ટ્રેમેડોલમાં વપરાતું કેમિકલ ઝડપાયું છે. દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાં ગુજરાત એટીએસ તેમજ ભરૂચ એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી કુલ 32 કરોડની મત્તાનું ઇન્ટર મિડીયેટનો જથ્થો ટીમે જપ્ત કર્યો છે. ભરૂચ જિલ્લામાં અંક્લેશ્વર તેમજ દહેજ પંથકમાં અનેક ફાર્માસ્યુટિકલ કંપનીઓ આવેલી છે. જેમાં જીવન રક્ષક દવાઓ તેમજ દવાઓ બનાવવા માટે જરૂરી ઇન્ટરમિડીયેટ બનાવવામાં આવે છે. ત્યારે કેટલીંક કંપનીઓમાં તૈયાર થતાં ઇન્ટરમિડીયેટને એક જ પ્રોસેસમાં એમડી ડ્રગ્સમાં રૂપાંતરિત કરી શકાય છે. ત્યારે ભુતકાળમાં અંક્લેશ્વરની ઇન્ફીનિટી રિસર્ચ નામની કંપનીમાંથી એનસીબી તેમજ સ્થાનિક પોલીસે કુલ 1300 કરોડનું એમડી ડ્રગ્સ તેમજ તેમાં વપરાતું ઇન્ટરમિડીયેટ ઝડપ્યું હતું. દરમિયાનમાં કસ્ટમ વિભાગ અને ભુજ પોલીસ દ્વારા પ્રતિબંધિત દવા ટ્રેમેડોલનું કન્સાઇનમેન્ટ પકડ્યું હતું. જેમાં પ્રતિબંધિત દવાનું નિર્માણ ક્યાં થાય છે તે દિશામાં ટીમોએ તપાસ શરૂ કરી હતી. જેમાં દહેજની એક કંપનીમાં તેનું ઉત્પાદન થતું હોવાનું માલુમ પડતાં એટીએસની ટીમે સ્થાનિક એસઓજી પોલીસને સાથે રાખી દહેજમાં આવેલી એલાયન્સ ફાર્મા કંપનીમાં દરોડો પાડ્યો હતો. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ટીમે અંદાજે 10 કલાક સુધી કંપનીમાં તલસ્પર્શી તપાસ કરતાં તેમને 31 કરોડોની મત્તાનું રો-મટીરિયલ લિક્વીડ ફોર્મમાં મળી આવ્યું હતું. જેના પગલે ટીમે અંક્લેશ્વર ખાતે રહેતાં કંપનીમાં સ્લીપિંગ પાર્ટનર ગણાતાં પંકજ રાજપુત નામના એક શખ્સની પણ અટકાયત એટીએસે કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇન્ફીનિટી રિસર્ચ કંપનીની હરાજીની તૈયારી 1300 કરોડથી વધુની મત્તાનું ડ્રગ- તેમાં વપરાતું ઇન્ટરમિડીયેટ બે વર્ષ પહેલાં ઇન્ફીનિટી રિસર્ચ કંપનીમાંથી મળી આવ્યું હતું. એનસીબીની ટીમની તપાસ ચાલુ હતી ત્યાં સુધી પોલીસની કંપની પર બાજ નજર હતી અને કંપની બંધ હાલતમાં હતી. જોકે, થોડા સમય પહેલાં પોલીસે કંપનીને પોલીસે બેન્કને હેન્ડ ઓવર કરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ઉપરાંત બેન્ક દ્વારા કંપનીની હરાજી કરવામાં આવનાર હોવાની વિગતો પણ મળી રહી છે.
દહેજની એલાયન્સ ફાર્મામાંથી પ્રતિબંધિત ટ્રેમેડોલનું 32 કરોડનું ઇન્ટરમિડીયેટ ઝડપાયું
Views: 36
Read Time:4 Minute, 14 Second