Read Time:1 Minute, 9 Second
વડોદરાના કરજણ ગામે આવેલી સાંઇ સર્જન રેસિડન્સીમાં રહેતો ભાવિન ધનજી બોરડા આદિત્ય એનઆરજી નામની ફેક્ટરી ચલાવે છે. રવિવારે સવારે તેઓ તેમના કાકા મહેશ બોરડા તેમજ કંપનીના એકાઉન્ટન્ટ બ્રિજેશ ગોટી સાથે કારમાં ભરૂચ મિટિંગમાં આવ્યાં હતાં.તવરા રોડ પર સહજાનંદ એવન્યુ ખાતે સવારે 10 વાગ્યાના અરસામાં તેમની કાર પાર્ક કરી તેઓ મિટિંગમાં ગયાં હતાં. જે બાદ અગિયાર વાગ્યાના અરસામાં તેઓ પરત આવતાં તેમની કારનો પાછળનો કાચ તુટેલો હતો. તેમણે તપાસ કરતાં કારમાંથી તેમની રૂા 1.50 લાખ તેમજ બેન્કના કાગળ તથા આઇડી કાર્ડ ભરેલી બેગ તેમજ અન્ય એક બેગ કે જેમાં 14 હજાર રૂપિયા તેમજ અન્ય સામાન ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે આસપાસમાં તપાસ કરવા છતાં નહીં મળતાં ભરૂચ સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.