પીએમ મોદીનો માસ્ટરસ્ટ્રોક : અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય “ભુુપેન્દ્ર પટેલ” બન્યા ગુજરાતના 17માં મુખ્યમંત્રી…

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે છેલ્લા 24 કલાકથી ચાલતી અટકળોનો આજે અંત આવી ગયો.. ગુજરાતના 17 માં મુખ્યમંત્રી તરીકે અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી.

શનિવારના રોજ રાજ્યના સીએમ વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ ગુજરાત સહિત દેશ અને વિદેશમાં હવે ગુજરાતના નવા સીએમ કોણ બનશે તેના ઉપર સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત થયું હતું અને અનેક નામોની ચર્ચા પણ થવા લાગી હતી.તમામ લોકોના મોંઢે નીતિન પટેલ, મનસુખ મંડવીયા, આર.સી.ફળદુ, પ્રફુલ પટેલ, ગોરધન ઝડફિયા, CR પાટીલના ચાલતા નામો વચ્ચે કમલમ ખાતે પહેલા કોર કમિટીની બેઠક અને ત્યાર બાદ ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં કમલમ ખાતે વિજય રૂપાણી દ્વારા જ તેમના પુરોગામી તરીકે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની જાહેરાત કરવામાં આવી.

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકોના પરિણામમાં સૌથી વધુ 1.17 લાખની લીડ સાથે ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી મેળવ્યું હતું.રૂપાણી સરકાર જતા ની સાથે પીએમ મોદી અને અમિત શાહે ફરી બધાને સરપ્રાઈઝ આપી છે. ચર્ચાતા તમામ નામો ઉપર ચોકડી મારી નવા ચહેરા તરીકે ગુજરાતની ગાદી ઉપર પાટીદાર નેતા ભુપેન્દ્રસિંહ પટેલને બિરાજમાન કરી ગુજરાતના મુખ્યમંત્રી બનાવી ગુજરાતની કમાન આપી દીધી છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોરોના કાળમાં સરાહનીય કામગીરી બજાવી હતી. તેઓ પોતે પણ કોરોના સંક્રમિત થયા હતા. 50 બાળકોનો તમામ ખર્ચ તેઓએ ઉપાડી લીધો હતો. તેઓ ઓડામાં કમિશનર પણ રહી ચૂક્યા છે.

આમ ગુજરાતને પીએમ મોદીએ ફરી સરપ્રાઈઝ આપી પાટીદારનું વર્ચસ્વ ગુજરાતની ગાદી ઉપર ફરી વાર સવાયું કરી દેવામાં આવ્યું છે. એકદમ નિખાલસ ડાઉન ટુ અર્થ ગણાતા ભુપેન્દ્ર પટેલને ગુજરાતનું સુકાન સંભાળવાનો અવસર મળ્યો છે. ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રીને નારી પ્રહાર ન્યૂઝ તરફથી ખૂબ ખૂબ અભિનંદન..

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સંગ એ ગુજરાત ન્યુઝ ચેનલે એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો....

Wed Sep 15 , 2021
ભરૂચ જિલ્લા અને ગુજરાત ભરમાં નામના મેળવેલ સંગ એ ગુજરાત ન્યુઝ ચેનલ પોતાની એક આગવી પ્રતિષ્ઠા ધરાવતી ન્યુઝ ચેનલ છે. છેલ્લા એક વર્ષથી સંગ એ ગુજરાતનાં માલિક અને એડિટર એવા ફારૂક દિવાને પણ ચેનલને પોતાની ઉચ્ચાઈઓ પર લઈ જવા માટે તનતોડ મહેનત કરી પોતાની ચેનલ આજે લોકોનાં દિલમાં એક આગવું […]

You May Like

Breaking News