અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ પોલીસ તંત્ર સાબદુ બન્યુ છે અને વાહન ચાલકોની ઘનિષ્ટ તપાસ હાથ ધરી બેફામ વાહનો હંકારતા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.રાજપીપળા નગરમાં ટાઉન પોલીસ દ્વારા આજે સવારથી જ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે પોલિસે લાલ આંખ કરી છે. રાજપીપળાના રાજરોક્ષી ટોકીજ આંબેડકર ચોક પાસે ,સફેદ ટાવર, જકાત નાકા, અવધૂત મહારાજ મંદિર અને જિલ્લાની દરેક અવર જવર રસ્તા પર નાકાબંધી કરી સઘન ચેકીંગ કરવામાં આવશે.રાજપીપળા ટાઉન પોલીસ દ્વારા ટ્રાફિકની મેગા ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં ટ્રાફિકના નિયમો વિરુદ્ધ વાહન હંકારતા ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અને મેમો ફટકારી દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આગળ એક મહિના સુધી આ કામગીરી કરવામાં આવશે અને અન્ય જિલ્લામાંથી બીજી પોલીસ આવશે, અહીંયાની પોલીસ બીજા જિલ્લામાં જશે એમ કોઈ હવે ઓળખાણથી બચી પણ શકશે નહિં.રાજપીપળા ટાઉન PI આર.જી ચૌધરી, DYSP કૃણાલસિંહ પરમાર ( પ્રોબેશનલ ) સહિત રાજપીપળા પોલીસ મથકના જવાનોની ઉપસ્થિતિમાં વાહનોના કાંચ્ પર કાળી ફિલ્મ લગાવેલ ફોર વ્હિલ, નિયમ વિરુદ્ધ નંબર પ્લેટ, લાઇસન્સ વિના ગાડી હંકારતા ચાલકો સહિત આર ટી ઓ ના નિયમોનું ભંગ કરતા વાહન માટે તેના ચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવ્યો હતો. ઉપરાંત કેટલાક વાહનો ડીટેન પણ કરાયા હતા. જેથી બેફામ હંકારતા અને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
રાજપીપળા મુખ્ય માર્ગ ઉપર ટાઉન પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા અનેક વાહન ચાલકોને દંડ ફટકાર્યો
Views: 108
Read Time:2 Minute, 15 Second