ભરૂચ: મતદાનના દિવસે શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે

Views: 55
0 0

Read Time:2 Minute, 21 Second

આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ મંગળવાર ના રોજ ભરૂચ અને નર્મદા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ માટે મતદાન થનાર છે. મતદાનના દિવસે જે તે વિસ્તારમાં કારખાના ધારા-૧૯૪૮ હેઠળના નોંધાયેલા (ઔદ્યોગિક એકમો) કારખાનામાં કામ કરતો શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્ટ્રકશન વર્કર્સ એકટ-૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઇટ પર કામ કરતા શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ ૧૩૫(બી) મુજબ આવા કારખાના ધારા-૧૯૪૮ હેઠળના કારખાના શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ અન્વયે નોંધણી થયેલ સંસ્થાઓ/સાઇટના કામ કરતી શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. રજાના કારણે જો શ્રમયોગી/કર્મચારી પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યકિત રજા જાહેર ને થઇ હોય અને જે પગાર મળવાપાત્ર થતો હોય તેટલો પગાર ચૂકવવાનો રહેશે.

જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભું થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. તેમ ડેપ્યુટી ડાયરેક્ટર, ઈન્ડસ્ટ્રીઅલ સેફ્ટી એન્ડ હેલ્થ ભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ: જિલ્લાના મતદાતા નાગરિકો માટે સોનેરી તક ! મત આપો અને મુવી ટીકીટના દર પર પુરા ૫૦ ટકા ડિસ્કાઉન્ટ મેળવો

Mon May 6 , 2024
Spread the love             ભરૂચ જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તુષાર સુમેરાના દિશા- નિર્દેશમાં સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતી કેળવવા સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે . જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને વેપારી, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો અને ભરૂચ […]
ભરૂચ: જિલ્લાના મતદાતા નાગરિકો માટે સોનેરી તક ! મત આપો અને મુવી ટીકીટના દર પર પુરા ૫૦ ટકા ડિસ્કાઉન્ટ મેળવો

You May Like

Breaking News

error: Content is protected !!