ભરુચ: હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રીહર્સલ કરાયું

– પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાના કાર્યક્રમની ઉજવણી હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે યોજાશે

– અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત વિભાગના રાજયકક્ષાનામંત્રી ગજેન્દ્રસિંહ પરમારના વરદહસ્તે ધ્વજવંદજ થશેઆગામી તા.૨૬મી જાન્યુઆરી-૨૦૨રને મંગળવારના રોજ સવારે ૯:૦૦ કલાકે પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાના કાર્યક્રમની ઉજવણી હોસ્ટેલ ગ્રાઉન્ડ

– ભરૂચ ખાતે યોજાશે.

પ્રજાસત્તાક દિન નિમિત્તે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત વિભાગના રાજયકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના વરદહસ્તે સવારે ૯:૦૦ કલાકે ધ્વજવંદન થશે. પોલીસ બેન્ડની સુમઘુર સુરાવલી સાથે રાષ્ટ્રગાન થશે. આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેનું રીહર્સલ જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે યોજવામાં આવ્યું હતું.કલેકટરએ મંત્રીનું આગમન, ધ્વજવંદન, પોલીસ ટુકડી ધ્વારા સલામી, પરેડ નિરીક્ષણ, મંત્રીશ્રી ધ્વારા ઉદબોધન, વૃક્ષારોપણ સહિતના આયોજનોનું રીહર્સલ નિહાળી નિરીક્ષણ કરી ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.કલેક્ટરશ્રીએ જિલ્લા પોલીસતંત્ર ધ્વારા યોજાનાર પરેડ નિહાળી હતી. આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમ કોવિડ-૧૯ની માર્ગદર્શિકા અનુસાર આયોજિત થાય તેની તકેદારી રાખવાની સાથે બેઠક વ્યવસ્થા સહિત આનુષાંગિક વ્યવસ્થાઓની વિગતવાર ચર્ચા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું. આમ, જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીયપર્વની ઉજવણીની તમામ તૈયારીઓ સંપન્ન કરી તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ, ડીવાયએસપી વિકાસ સુંડા, પ્રાયોજના વહીવટદાર અસારી, પ્રાંત અધિકારી પ્રજાપતિ સહિત વિવિધ વિભાગોના અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ સુંદરમ જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં લૂંટ કરવા પિસ્તોલ લઈ 3 લૂંટારું ત્રાટકયા, જવેલર્સનું મોઢું દબાવી લૂંટનો પ્રયાસ

Thu Jan 27 , 2022
જવેલર્સે બુમરાણ મચાવી પડકાર ફેક્તા ત્રણેય ભાગ્યા પોલીસે ઝાડેશ્વર તુલસીધામ વિસ્તારમાંથી એક શકમંદને પકડી પાડ્યો, ચાર લૂંટારું હોવાની આશંકા ગત ફેબ્રુઆરીમાં પણ આ જવેલર્સને ત્યાં સૂટબુટમાં કારમાં IT અધિકારી તરીકે ઠગ આવી રૂ. 2 લાખના દાગીના લઈ ગયો હતો ભરૂચના ઝાડેશ્વર રોડ પર શ્રી નિકેતન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં સ્થિત સુંદરમ […]

You May Like

Breaking News