નેત્રંગ નજીક આવેલી આટખોલ ચોકડી પાસેથી પોલીસે 12.45 લાખ રૂપિયાના દારૂ સાથે બે આરોપીઓને ઝડપી પાડયાં છે. ખેતરમાં આરોપીઓ દારુનું કટિંગ કરી રહયાં હતાં તે સમયે પોલીસે દરોડો પાડયો હતો. નેત્રંગ પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી. કે આટખોલ ચોકડીથી પંજાબ નગરી તરફ જવાના રસ્તા ઉપર આવેલ કલ્પેશ પટેલના ખેતરમાં આવેલ આંબાવાડીમાં ભાગમાં અંદરની સાઇડે કંબોડીયાનો રાહુલ ઉર્ફે કાળીયો માલી તથા મુકેશ માલી તથા રાહુલ વસાવાનો દારુનો જથ્થો ઉતર્યો છે અને તેનું કટિંગ ચાલી રહયું છે.પોલીસે દરોડો પાડતાં આરોપીઓમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે સ્થળ પરથી રતીલાલ વસાવા અન મહેશ વસાવાને ઝડપી પાડયાં હતાં. જયારે બીજા આરોપી અંધારાનો લાભ લઈ ફરાર થઇ ગયા હતા. પોલીસે સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડનો દારૂનો જથ્થો તેમજ બે કારમાં દારૂનો જથ્થો ભરેલ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી બે મોટરસાયકલ પણ કબજે લીધી છે.પોલીસે દારૂ તથા બિયર મળી કુલ 10,200 બોટલ કીમંત રૂ. 12.45 લાખ તથા વાહનો મળી કુલ 22.29 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે. ફરાર થઇ ગયેલાં પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. દારૂનું કન્સાઇન્મેન્ટ ડમ્પરમાં આવ્યું હતું. ડમ્પરમાંથી દારૂની પેટીઓ ઉતારી તેને કારમાં અલગ અલગ સ્થળે મોકલવામાં આવી રહી હતી ત્યારે જ પોલીસે દરોડો પાડયો હતો.
નેત્રંગની આટકોલ ચોકડી પાસેથી 12.45 લાખના દારૂ સાથે બે ઝબ્બે
Views: 86
Read Time:1 Minute, 59 Second