પોલીસ મહાનિર્દેશકશ્રી સી.આઇ.ડી ક્રાઇમ તથા રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ તરફથી નાસતા-ફરતા આરોપીઓ પકડવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવેલ જે અનુસંધાને વડોદરા વિભાગ પોલીસ મહાનિરિક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ સાહેબ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના આધારે જંબુસર વિભાગ જંબુસર નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.જી.ગોહિલ સાહેબશ્રી નાઓના માર્ગદર્શન હેઠળ જેબુસર ડિવિઝનના નાતા-ફરતા આરોપીઓ પકડવા સારૂ કાવી પો.સ.ઇ જે.એન,ભરવાડની આગેવાની હેઠળ એક ટીમ બનાવવામાં આવેલ જે અન્વયે આમોદ પો.સ્ટે ગુ.ર.નં / ૩૯/૨૦૧૩ ઇપીકો કલમ ૩૬૩, ૩૬૬ તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(૧૦) મુજબના ગુનાના કામના આરોપી સુરેશભાઇ ભુપતભાઇ વાઘરી રહે. દેણવા, તા.આમોદ જી.ભરૂચનાનો છેલ્લા આઠ વર્ષથી નાતો-ફરતો હોય જેને સદર ટીમ દ્વારા હુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે સાણંદ તાલુકાના માણકોલ ગામેથી ગઇકાલ તા. ૨૩/૦૧/૨૦૨૧ ના રોજ પકડી પાડવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી કરનાર અધિકારીકર્મચારી :
(૧) પો.સ.ઇ જે.એન.ભરવાડ
(ર)પો.સ.ઇ કે.એચ.સુથાર
(૩) એ.એસ.આઇ.ઐયુબભાઇ રસુઅલભાઇ બ.નં.૧૭૮૬
(૪)અ.હે.કો રાજેન્દ્રસિંહ ભોપાલસિંહ બ.ને ૧૩૮૩
(૫) પો.કો ભોપાભાઇ ગફુરભાઇ બ.નં ૧૭૫૬