ટેમ્પામાં મકાઈના બારદાન આ નીચે સંતાડી લઈ જવતા લાકડા પકડાયા.
ટેમ્પામાં ભરેલ મકાઈના બરદાન પર મધ્યપ્રદેશ સરકારની સરકારી અનાજના લેબલ જોવા મળ્યા.
વિભાગે જંગલ છોડીના લાકડા સહિત બે લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, એકની ધરપકડ.
રાજપીપળા, તા. 22
સાગબારા તાલુકાના પાંચપીપરી ગામે થી ટેમ્પામાં મકાઈના બરદાન નીચે સંતાડી લઈ જવાતો જંગલ ચોરીના લાકડા સહિત બે લાખનો મુદ્દામાલ સાગબારા વન વિભાગે કબજે લઇ આ ગુનામાં સંડોવાયેલ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નાયાબ વન સરક્ષણ નીરજકુમાર અને એ.ડી.ચૌધરીના માર્ગદર્શન અને દોરવણી હેઠળ સાગબારા વનવિભાગના મહિલા આર.એફ.ઓ સપના ચૌધરી સહિત સ્ટાફના માણસો કે.એન.વસાવા,એ.બી.ભીલ,એ.એલ. સોલંકી, એન. સી. વસાવા, એ એસ બારીયા અને રોજમદાર માણસો સાથે મોડી રાત્રે મળેલ ગુપ્ત બાતમીના આધારે પાંચ પીપળી ગામે આવેલ ત્રણ રસ્તા પાસે નાઈટ પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે વહેલી સવારે બાતમી મુજબ નો એક ટેમ્પો નંબર એમ.એચ 33 45 98 થી આવતા તેનો ઉભો રાખવા ઈશારો કરતા ટેમ્પો ચાલકે ટેમ્પો ઉભો રાખી ભાગવાની કોશિશ કરતા વનવિભાગે તેને પકડી લીધો હતો.
ટેમ્પાની તલાશી લેતા તેની અંદરથી મકાઈની આડ માં લઇ જવાતો સાગી લાકડાનો જતો પાટડી નંગ -34 કિં.રૂ. 66320 /- તેમજ ટેમ્પો કિં.રૂ. 1.35 લાખ મળી કુલ કિં.રૂ.201320 /- ના મુદ્દામાલ સાથે ટેમ્પાચાલક માનસિંગ કેસિયા (રહે,ગોંદી, તા.સોનગઢ, જી.તાપી)ની અટક કરી વન વિભાગની કચેરી સાગબારા ખાતે લાવવામાં આવ્યો હતો. વહેલી સવારે સાગબારા વનવિભાગે ઝડપી પાડેલા લાકડા ભરેલો ટેમ્પો માંથી લાકડા ઉપર જે મકાઈની કરવામાં આવી હતી.તે મકાઈના બારદાન ઉપર મધ્યપ્રદેશ સરકારના સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશનના લેબલ જોવા મળ્યા હતા. આથી આ લાકડાનો જથ્થો મધ્યપ્રદેશ લઇ જવાતો હોવાની આશંકા જતાવી વન વિભાગે એ દિશામાં આગળ તપાસ શરૂ કરી છે.