PMના કાર્યક્રમમાં જતી એસટી બસો પર તંત્ર થયું મહેરબાન, નર્મદા મૈયા બ્રિજ ખોલી દેવાયો

Views: 66
0 0

Read Time:3 Minute, 5 Second

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર વધી રહેલાં અકસ્માતોને ધ્યાને રાખી વહીવટીતંત્રએ 25 મી મેથી એસટી બસ સહિતના ભારદારી વાહનોની અવરજવર પર ભલે પ્રતિબંધ ફરમાવી દીધો હોય પણ વડાપ્રધાનના કાર્યક્રમ માટે નર્મદા મૈયા બ્રિજ પર બે દિવસ માટે એસટી બસોની અવરજવર પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વાહનોની સંખ્યામાં વધારો થતાં ગોલ્ડનબ્રિજ પર ચકકાજામ થઇ જતો હતો. ગોલ્ડનબ્રિજ પર સર્જાતી ટ્રાફિક સમસ્યાના કારણે વાહનચાલકો પરેશાન થઇ ગયાં હતાં. રાજય સરકારે અંદાજે 400 કરોડ રૂપિયાના ખર્ચથી ગોલ્ડનબ્રિજની બાજુમાં નવો નર્મદા મૈયા બ્રિજ બનાવ્યો છે.ગત વર્ષથી નર્મદા મૈયા બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી બસોની અવરજવરને છુટ આપવામાં આવી હતી પણ એસટી બસોની સાથે અન્ય ભારદારી વાહનોએ પણ હાઇવેના બદલે નર્મદા મૈયા બ્રિજનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ભારદારી વાહનોની સંખ્યા વધી જતાં અકસ્માતના બનાવો જેટ ગતિથી વધી રહયાં હતાં.સ્થાનિકોના ભારે વિરોધના પગલે આખરે 25મી મેથી નર્મદા મૈયા બ્રિજને એસટી બસ સહિતના ભારદારી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ભારદારી વાહનોની અવરજવર બંધ થવાના કારણે સ્થાનિક લોકોએ હાશકારો લીધો હતો. પણ ગુરુવારના રોજ નર્મદા મૈયા બ્રિજ પર ફરી એક વખત એસટી બસોની અવરજવર જોવા મળી હતી.નવસારીમાં આયોજીત વડાપ્રધાનના કાર્યક્રમ માટે રાજયભરમાંથી 2,800 જેટલી એસટી બસો મોકલવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી એસટી બસોનો કાફલો નવસારી તરફ પ્રયાણ કરી રહયો છે. એસટી બસોના કાફલાઓને પસાર થવા માટે નર્મદા મૈયા બ્રિજને ખુલ્લો મુકી દેવાયો છે.ભરૂચના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.ડી.પટેલે જાહેરનામુ બહાર પાડી તારીખ 9 અને 10 મીના રોજ નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી નિગમની બસોને જાહેરનામામાંથી મુકિત આપવાની જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ નવસારી નજીક સંમેલનને સંબોધિત કરવાના છે. આ સંમેલનમાં 5 લાખ લોકોની જનમેદની એકત્ર કરવાની હોવાથી એસટી નિગમને કામે લગાડી દેવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

નગર પાલિકાએ હાઉસ ટેકસમાં 10 % નો વધારો ઝીંક્યો

Fri Jun 10 , 2022
Spread the love              વર્તમાન સમયમાં મોંઘવારીએ માઝા મુકી છે તેવામાં હવે અંકલેશ્વરવાસીઓના માથે હાઉસટેકસમાં 10 ટકાનો વધારો ઝીંકી દેવાયો છે. એક તરફ સરકાર આઝાદી અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત 5 % વળતર આપી રહી છે તો બીજી તરફ વેરામાં 10 ટકાનો વધારો કરી દેવાયો છે. વેરાના નવા દરોથી 33 […]

You May Like

Breaking News

error: Content is protected !!