ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં નશાનો કાળો કારોબાર વધી ગયો છે. છાશવાર દારૂની બોટલો ઝડપાય છે તેમ હવે ડ્રગ્સના કિસ્સાઓ ઝડપાવવાના બનાવો સામે આવતા જોવા મળી રહી છે, ગુજરાતમાં મુદ્રા પોર્ટ પરથી હજારો કિલ્લોનું ડ્રગ્સ ઝડપાવાનો કિસ્સો એનું તાજુ ઉદાહરણ છે.રાજ્યમાં નશાખોરી તરફ આગળ ધકેલાઈ રહ્યું છે, રોજ કેફીન દ્રવ્યોની તસ્કરી કરતા ભેજાબાજો અવનવી તરકીબો અપનાવીને ડ્રગ્સની કે નશીલા પદાર્થોની હેરાફેરી કરતા ઝડપાય છે, ત્યારે ક્રાઈમ હબ એવા સુરતમાં અફીણની હેરાફેરીમાં વિદ્યાર્થીનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે.
સુરતમાં એક વિદ્યાર્થી બે કિલોના અફીણના જથ્થા સાથે ઝડપાયો પોલીસ પૂછપરછમાં વિદ્યાર્થીઓ અફીણની ડિલીવરી કરતા હોવાનું બહાર આવ્યું છે.. આ અફીણ રાજસ્થાનના ચિત્તોડગઢથી સુરત લાવવામાં આવ્યું હતું. જેને વિદ્યાર્થીઓ સ્કૂલ બેગમાં છુપાવીને તેની હેરાફેરી કરતા હતા.. જો કે પુણા પોલીસને શંકા જતા નિયોલ ચેકપોસ્ટ ઉપરથી વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી હતી.. જેમાં વિદ્યાર્થીઓની બેગની તલાસી લેતા વિદ્યાર્થીની સ્કૂલ બેગમાંથી બે કિલો અફીણ મળી આવ્યું હતું…આજે વધુ એક સુરત પોલીસને સફળતા મળી છે જેમાં SOG એ 40 કિલો ગાંજો પકડી પાડ્યો છે જેની કિંમત 4 લાખની થવા જાય છે.આ ગાંજા સાથે 4 આરોપીની SOGએ ઝડપ્યા છે જેમાં 2 મહિલા અને 2 પુરૂષ સામેલ છે આ ગાંજો ટ્રેન મારફત ઓરિસ્સાથી સુરત લવાયો હતો..
સુરતમાં વધુ એક વખત કડોદરા રોડ નિયોલ ચેકપોસ્ટ પરથી ડ્રગ્સ ઝડપાવાનો કિસ્સો સામે આવ્યો છે. અગાઉ પણ MD ડ્રગ્સ સાથે એક રાજસ્થાની યુવકને ઝડપી પાડ્યો હતો..પોલીસેઆરોપી પાસેથી 58.530 ગ્રામ MD ડ્રગ્સ કબજે કર્યું હતું જેની કિંમત આંતરાષ્ટ્રીય બજારોમાં લાખો હતી. સરથાણાના જૈમીન સવાણીએ ઝાલોરના પ્રવિણ વાના નામના શખ્સ પાસે આ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો.આ પહેલા પણ સુરતના નિયોલ પાટિયા પાસેથી કાર સાથે 3 ઈસમો MD ડ્રગ્સ સાથે ઝડપાયા હતા.. ત્યારે હવે નશીલા પદાર્થો, ડ્રગ્સ અફીણ જેવી હાનિકારક પદાર્થોની હેરાફેરી માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે.