
વાલિયા ગામમાં આવેલ તળાવ ફળિયાની સામે ગ્રામ પંચાયત હસ્તકના ઢોર ડબ્બામાં ગેરકાયદેસર કાટમાળ અને તેની સામે આવેલ પંચાયતની જગ્યામાં તેમજ અંતિમ વિસામાની બાજુમાં અનીલ રમેશ સોલંકી દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ ઉભું કર્યું છે જેના પગલે વારંવાર ગ્રામ પંચાયત દ્વારા આ દબાણ દુર કરવા માટે નોટીસ પાઠવવામાં આવી હતી પરંતુ દબાણકર્તા દ્વારા દબાણ દુર નહી કરવામાં આવતા ગ્રામ પંચાયતે આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીન વડે સરપંચ સોમીબેન વસાવા,ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ અને દબાણ શાખાના અધિકારીઓની હાજરીમાં દબાણ દુર કરવામાં આવ્યું હતું.ત્યારે ગ્રામ પંચાયત ગામમાં આવેલ અન્ય દબાણો પણ દુર કરે તે અત્યંત જરૂરી છે.