ભરૂચ-જંબુસર માર્ગ ઉપર આવેલ આમોદ સ્થિત બચ્ચોકા ઘર સંચાલિત રાહત દરના દવાખાના ખાતે શંકરા આઈ હોસ્પિટલ, રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી તથા આર્ટ ઓફ લિવિંગ (ભરૂચ) તથા બચ્ચોકા ઘર આમોદ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશનની શિબિર યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પમાં શંકરા હોસ્પિટલના ડોકટરો સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઇ હતી. આયોજિત નેત્ર રોગ નિદાન શિબિરમાં અંદાજીત 50 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. જરૂરિયાતવાળા મોતિયાના અંદાજીત 13 જેટલા દર્દીઓને ઓપરેશન કરી આપવામાં આવશે. તેમ જણાવવામાં આવ્યું હતું. બચ્ચોકા ઘર સંચાલિત રાહત દરના દવાખાના ખાતે સમયાંતરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે. જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે. આયોજિત કેમ્પમાં 50 ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત કૅમ્પમાં આવેલ દર્દીઓ સહિત સેવાઓ પ્રદાન કરનાર તબીબી ટીમને ચા, નાસ્તો, જમવાનું સહિતની વ્યવસ્થા બશિર રાણા સહિત બચ્ચોકા ઘરના ટ્રસ્ટીઓ દ્વારા કરાઈ હતી. આમોદ-જંબુસર માર્ગ પર આવેલી બચ્ચોકા ઘર સંચાલિત રાહત દરનું દવાખાનું આમોદ, પુરસા, આછોદ, મછાસરા, માંગરોલ, તણછા સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે.
આમોદ: બચ્ચોકા ઘર ખાતે મોતિયાના ઓપરેશન માટેનો કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો
Views: 43
Read Time:2 Minute, 9 Second