Read Time:1 Minute, 9 Second
કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ 2023-24 અંતર્ગત નગર શિક્ષણ સમિતિ સંચાલિત ભરૂચની સંતોષી વસાહત તથા તાડિયા મિશ્ર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ માનનીય મુખ્યમંત્રી શ્રી કાર્યાલયના અધિકારી માનનીય રુજીતાબહેન કે. ત્રિવેદીના મુખ્ય મહેમાન તરીકેના અધ્યક્ષ સ્થાને સુંદર મજાનો કાર્યક્રમ યોજાયો હતો… જેમાં આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એક ના લગભગ 30 બાળકોને પ્રવેશ અપાયો હતો. જેમાં નગર શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ તથા સભ્યોએ પણ હાજરી આપી હતી..સીઆરસી કો-ઓર્ડીનેટર સાજીદભાઈ ધન્યારીવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માનનીય મેડમના
લાઇઝનીંગ તરીકેની ફરજ નિભાવી હતી.. બંને શાળાના આચાર્યશ્રી મનોજભાઈ તથા સલમા બહેને ખૂબ સરસ મજાનું આયોજન કર્યું હતું