અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે મોડલ આંગણવાડી, ડિજિટલ સ્માર્ટ ક્લાસ રૂમ, ઓવરહેડ વોટર ટેન્ક ઉદ્ઘાટન અને અર્પણ વિધિ સમારોહ યોજાયો હતો. સન ફાર્મા પાનોલી કંપની ના સી.એસ.આર. એક્ટિવિટી અંતર્ગત શૈક્ષણિક સ્તર સુધારવા વિવિધ પ્રોજેક્ટ સંજાલી ખાતે કરાયું હતું.સન ફાર્મા પાનોલી કંપની ના ક્વોલિટી હેડ ગોપી ક્રિષ્ના ના વરદ હસ્તે સંજાલી ગામ, ખાતે મોડલ આંગણવાડી, ડિજિટલ સ્માર્ટ ક્લાસ રૂમ, ઓવરહેડ વોટર ટેન્ક નું ઉદ્ઘાટન સહ અર્પણવિધિ સમારોહ યોજવામાં આવ્યો હતો. પાનોલી જીઆઇડીસીની નામાંકિત સન ફાર્મા કંપની દ્વારા અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામોમાં આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ, પર્યાવરણને લગતા વિકાસ લક્ષી કાર્ય કરી રહી છે.કંપનીએ તેના કોર્પોરેટ સામાજિક જવાબદારી ના ભાગરૂપે મોડલ આંગણવાડી, ડિજિટલ સ્માર્ટ ક્લાસ રૂમ, ઓવરહેડ વોટર ટેન્ક ડોનેશન, 20 સોલાર સ્ટ્રીટ લાઈટ તથા સંજાલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં મલ્ટીપર્પઝ શેડ્સ સી.એસ.આર. ભંડોળ હેઠળ આશરે રૂપિયા 15,00,000 જેટલો ગામમાં પાયાની એવી મૂળભૂત સુવિધાઓ નો વિકાસ કરવા અંતર્ગત ખર્ચ કરવામાં આવેલ છે. આ ઉદઘાટન અને અર્પણવિધિ સમારોહમાં સન ફાર્મા પનોલી વતી ક્વોલિટી હેડ ગોપી ક્રિષ્ના, એચ.આર. હેડ બલજીત શાહ મેડમ, સી.એસ.આર. હેડ સેજાદ બેલીમ અને સી.આર. હેડ રવિ ગાંધી તેમજ સંજાલી ગામના સરપંચ રમણ વસાવા તથા ગ્રામ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સંજાલી ગામે મોડલ આંગણવાડીના સ્માર્ટ ક્લાસમાં છાત્રોને શિક્ષણ મળશે
Views: 90
Read Time:2 Minute, 13 Second