ભરૂચ: જિલ્લામાં ૨૫ મી જાન્યુઆરીએ બારમા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે

– ‘ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએની થીમ પર ઉજવાશે

– રાષ્ટ્રીય મતદાતા દિવસની વર્ચ્યુલી (ઓનલાઈન) યોજાનાર કાર્યક્ર્મમાં

ભરૂચ જિલ્લાની જનતાને જોડાવા અનુરોધભારતના ચૂંટણીપંચની સુચનાનુસાર જિલ્લામાં બારમા “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની વર્ચ્યુલી ઉજવણી કરવામાં આવશે. જિલ્લા હેડક્વાટર્સ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાતા દિવસ ઉજવાશે, જેમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરના મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી, મતદારયાદી નાયબ મામલતદાર, બીએલો સુપરવાઈઝર, બીએલો અને કેમ્પસ એમ્બેસેડર્સનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવશે. જિલ્લામાં મતદાતા દિવસની વર્ચ્યુઅલી ઉજવણીમાં PWD સંસ્થાઓ, સામાજીક સંસ્થા જેમ કે કલરવ ચેરીટેબલ ટ્રસ્ટ, અસ્મિતા વિકાસ કેન્દ્ર, જન શિક્ષણ સંસ્થા તેમજ નેહરૂ યુવા કેન્દ્ર સંગઠન, NSS,NCC, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ તથા વિદ્યાર્થીઓને જોડવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તમામ નાગરિકોને ૨૫મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલના હસ્તે ઉજવણી થનાર રાષ્ટ્રીય મતદાતા દિવસની વર્ચ્યુઅલ ઉજવણીમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવે છે..આ કાર્યક્ર્મના પ્રસારણ માટેની લીંક કલેકટર કચેરી, ભરૂચ તથા જિલ્લાની સરકારી કચેરીઓના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવશે જે લીંકથી આ કાર્યક્ર્મમાં જોડાઇ શકાશે.હાલમાં પણ મતદારયાદી સતત સુધારણા કાર્યક્ર્મ શરૂ છે મતદારયાદીમાં નામ નોંધાવવા/કમી કરવા/ સુધારો કરવા માટે ઓનલાઇન એપ્લીકેશન જેવી કે Voter help line, www.voterportal.eci.in, www.nvsp.in નો ઉપયોગ કરીને પણ મતદારયાદીમાં નામ દાખલ કરવા, નામ કમી કરવા તથા નામ-સરનામામાં સુધારાની કામગીરી થઇ શકે છે તેમજ સંબંધિત બી.એલ.ઓ મારફતે પણ કામગીરી થઇ શકાશે. તેમજ વધુ માહિતી માટે ટૉલ ફ્રી-૧૯૫૦ પરથી પણ જરૂરી માર્ગદર્શન મેળવી શકશો. વધુમાં વધુ ઓનલાઇન એપ્લીકેશનનો ઉપયોગ કરવા તથા મતદાર બનવા માટેની યોગ્યતા ધરાવનાર એક પણ વ્યકિતનું નામ મતદારયાદીમાં નોંધાયા વિના ન રહે તે માટે ભરૂચ જિલ્લા કલેકટરશ્રી દ્ધારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરુચ: હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રીહર્સલ કરાયું

Mon Jan 24 , 2022
– પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાના કાર્યક્રમની ઉજવણી હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે યોજાશે – અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત વિભાગના રાજયકક્ષાનામંત્રી ગજેન્દ્રસિંહ પરમારના વરદહસ્તે ધ્વજવંદજ થશેઆગામી તા.૨૬મી જાન્યુઆરી-૨૦૨રને મંગળવારના રોજ સવારે ૯:૦૦ કલાકે પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાના કાર્યક્રમની ઉજવણી હોસ્ટેલ ગ્રાઉન્ડ – ભરૂચ ખાતે યોજાશે. પ્રજાસત્તાક દિન નિમિત્તે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની […]

You May Like

Breaking News