અંકલેશ્વર શહેર પોલીસ મથકે છેલ્લા 3 વર્ષ થી લૂંટ અને ચોરી નો વોન્ટેડ આરોપી દાહોદ થી ઝડપાઈ જવા પામ્યો હતો. પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમ દાહોદ ખાતે થી ચોક્કસ માહિતી આધારે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર પોલીસ મથકે ચોરી અને લૂંટ ના બે ગુના માં વોન્ટેડ હતો. પેરોલ ફર્લો સ્કોર્ડ એ દાહોદ થી ઝડપી પાડી અંકલેશ્વર શહેર પોલીસ ના હવાલે કર્યો હતો.અંકલેશ્વર શહેર પોલીસ મથક વિસ્તારમાં 2019 માં ચોરી અને લૂંટના ગુનામાં ભારુ માથુર પલાસ છેલ્લા 3 વર્ષ થી શહેર પોલીસને હાથતાળી આપી ફરાર થઇ ગયો હતો. જે શહેર પોલીસ ચોપડે વોન્ટેડ હતો. દરમિયાન ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમ નાસતા ફરતા આરોપી ને ઝડપી પાડવા ના ભાગ રૂપે દાહોદ ખાતે પહોંચી હતી જ્યાં ચોક્કસ માહિતી મળી હતી કે અંકલેશ્વર શહેર પોલીસ ના લૂંટ અને ચોરી ના ગુના માં વોન્ટેડ આરોપી દાહોદ ના આમલી -ખજુરીયા ગામ ગરબાડા ખાતે હોવાની માહિતી મળી હતી જે આધારે પોલીસે સર્ચ કરતા ભારુ ભાઈ મથુરભાઈ પલાસ પોલીસ હાથે ઝડપી જવા પામ્યો હતો પેરોલ ફર્લો સ્કોર્ડ એ તેની અટક કરી અંકલેશ્વર ખાતે લઇ આવી હતી. અને શહેર પોલીસ ના હવાલે કરતા પોલીસે કોવિડ ટેસ્ટ કરાવી તેની વિધિવત ધરપકડ કરવાની તજવીજ શરુ કરી હતી.
અંકલેશ્વરમાં 3 વર્ષથી વોન્ટેડ આરોપી દાહોદથી ઝડપાયો
Views: 85
Read Time:1 Minute, 52 Second