અંકલેશ્વરના બાકરોલ બ્રિજથી ખરોડ ગામ તરફ ૩ હજાર કિલો કેમિકલ વેસ્ટ સ્ક્રેપ બેગ ગેરકાયદેસર ખાલી કરવા જતા ટેમ્પો ચાલક સહિત ત્રણ શખ્સોને તાલુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે પાનોલી જી.આઈ.ડી.સીમાં આવેલ વામોટેક કંપનીમાંથી હેઝાર્ડ વેસ્ટ ભરી ટેમ્પોનો ચાલક અન્ય બે શખ્સો સાથે ખરોડ ગામની સીમમાં ખાલી કરવા જઈ રહ્યા છે જે મળેલી માહિતીના આધારે તાલુકા પોલીસે બાકરોલ બ્રીજથી ખરોડ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા સ્ક્રેપ બેગમાં ભરેલ ૩ હજાર કિલો વેસ્ટ કેમિકલ મળી આવ્યું હતું. પોલીસે ટેમ્પો ચાલકની પુછપરછ કરતા તેણે આ જથ્થો વામોટેક કંપનીમાંથી ચાંદ મનીહાર ભંગારવાલાએ ભરી આપી ખરોડ ગામની સીમમાં નિકાલ કરવાનું જણાવ્યું હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ટેમ્પો ચાલક કનૈયાલાલા યાદવ અને બે શ્રમજીવી અખિલેશ રામઅનુજ શુક્લ અને અરૂનકુમાર પૃથ્વીરાજા બસદેવ વર્માને ઝડપી પાડી જી.પી.સી.બી. અને એફ.એસ.એલમાં જાણ કરી હતી જયારે કંપની સાથે સાઠગાંઠ કરી સ્ક્રેપ બેગમાં કેમિકલ વેસ્ટ ભરાવનાર ચાંદ જમુરતઅલી મનીહાર અને પાનોલી જીઆઇડીસી વામોટેક ઓગેનિકસ લિમિટેડના અધિકૃત વહીવટકર્તા અને જવાબદાર અધિકારીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.
પાનોલીની વામોટેક કંપનીમાંથી ગેરકાયદે કેમિકલ વેસ્ટના નિકાલ કરવા જતાં ત્રણ ઝડપાયા
Views: 76
Read Time:2 Minute, 10 Second