ગર્ભવતી મહિલા પ્રસુતિની પીડા થી પીડાતી રહી ને અંબાજી પોલીસ દંડ લેવાની રકઝક કરતી રહી, બાળકનું મોત

રીતેશ પરમાર
અંબાજી હોસ્પિટલમાં દાખલ એક મહિલાને પ્રસુતિની પીડા વધારે ઉપડતા તાત્કાલિક પાલનપુર ખાતેની હોસ્પિટલ ખસેડવાની ફરજ પડતા સગર્ભા મહિલાના પરિવારજનો પ્રાઇવેટ વાહન મારફતે મહિલાને અંબાજી હોસ્પિટલથી લઈને પાલનપુર જવા નીકળ્યા હતા. તે દરમ્યાન અંબાજી ડી.કે. સર્કલ પાસે અંબાજી પોલીસે તેમની ગાડીને અટકાવી હતી, તેની અંદર બેસેલા વ્યક્તિઓએ માસ્ક પહેર્યો ન હોવાના કારણે પોલીસ દ્વારા તેમની પાસેથી માસ્ક નાં પહેર્યો હોવાનું દંડ કરવાની ફરજ પડી હતી. જેથી અંદર બેસેલા શખ્સો દ્વારા પોલીસને સમજાવવા નો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે ગાડીની અંદર સગર્ભા સ્ત્રીને પ્રસુતિની પીડા વધારે છે અને તેમને તાત્કાલિક પાલનપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જઈએ છે. કેસની ઇમર્જન્સીનાં લીધે અમે લોકો માસ્ક પહેરવાનું ભુલી ગયા છે જેથી કરીને તમે હાલ અમને જવાદો, પરંતુ અંબાજી પોલીસનાં પોલીસકર્મીઓ દ્વારા સગર્ભા મહિલાની પીડાની ગંભીરતાને નાં સમજી દંડ લેવાની હટ પકડી રાખી હતી. બંને પક્ષો વચ્ચે વધારે રકઝક થતા પોલીસે સગર્ભા મહિલાને હોસ્પિટલ લઇ જઈ રહેલી ગાડીને અંબાજી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
સમગ્ર બાબત વિશે વાત કરીયે તો સમયનાં અભાવે સગર્ભા મહિલાને સમયસર સારવાર નાં મળતા બાળક ગર્ભમાંજ મૃત્યુ પામ્યો હતો. હાલ આ બનાવને લઈને અંબાજી પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, તો બીજીતરફ રબારી સમાજના લોકો નવજાત મૃત શિશુ નો શવને અંબાજી પોલીસ સ્ટેશનમાં મુકી પોલીસ ઉપર આક્ષેપ કર્યો છે. જ્યાં સુધી કસૂરવાર પોલીસકર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નાં આવે ત્યાં સુધી નવજાત શિશુનો શવ પોલીસ સ્ટેશન માંથી નહી હટાવીએ. ઘટનાનાં પડઘા સમગ્ર અંબાજી શહેરમાં પડતા રબારી સમાજના ટોળેટોળા અંબાજી પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ બનાસકાંઠાનાં ડી.વાય.એસ.પી. તાત્કાલિક અંબાજી પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને આક્રોશિત પરિવારજનોને સાંત્વના આપી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.
