અંકલેશ્વર શહેર જિલ્લા ત્રાફિક પોલીસે માર્ગ અડચણરૂપ વાહનો ટોઈંગ કરી જપ્ત કર્યા હતા. ત્રણ રસ્તા માર્કેટ પાસે અનેક વાહનો ટોઈંગ કરી દંડ ફટકાર્યો હતો. જો કે પોલીસ ગયા બાદ પુનઃ એજ સ્થિત જોવા મળી હતી. માત્ર ત્રણ રસ્તા સર્કલ માર્કેટ પાસે કાર્યવાહી અન્ય માર્ગો પર વાહનો ખડકલો યથાવત જોવા મળ્યો હતો.ભરૂચ જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા માર્ગ પર અડચણ રૂપ વાહનો ટોઈંગ કરી દંડ કરવાની જાહેરાત બાદ પણ હજી વાહન ચાલકો માર્ગ પર વાહનો પાર્ક કરી રહ્યા છે , ભરૂચ બાદ અંકલેશ્વર ખાતે જિલ્લા ટ્રાફિક શાખા ત્રાટકી હતી અને ત્રણ રસ્તા સર્કલ પાસે પાવેલ શાક માર્કેટ પાસે અડિગો જમાવ્યો હતો જ્યાં કાર સહીત અનેક વાહનો ને માર્ગ અવરોધી અડચણ રૂપ પાર્ક કરવા બાદલ ટોઈંગ કર્યા હતા તેમજ તેના માલિકોને દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત જીઆઇડીસી એશિયન્ટ પેન્ટ ચોકડી સહીત વિસ્તારો માં અડચણ રૂપ વાહનો સામે કાર્યવાહી કરી હતી.જો કે ટ્રાફિક પોલીસ કાર્યવાહી પૂર્ણ કરી ગયા બાદ પુનઃ માર્ગ પર વાહન ચાલકો અવરોધ રૂપ ગાડી પાર્ક કરી દીધી હતી જેને લઇ વાહન વ્યવહાર પુનઃ અવરોધાયો હતો. તેમજ શહેર ના રાજમાર્ગ પર હજી પણ બાઈક સહીત કરો માર્ગ ને અડચણ રૂપ પાર્ક થઇ રહી છે. જે બાબતે સ્થાનિક પોલીસ મથક ની ટાફીક શાખા આંખ આડા કાંન કરી રહી છે જે સામે જિલ્લા ત્રાફિક પોલીસ કાર્યવાહી કરે તે જરૂરી બનવા પામ્યું છે.
અંકલેશ્વરમાં પોલીસની કડક કાર્યવાહી:શહેરના ત્રણ રસ્તા માર્કેટ પાસે અનેક વાહનો રસ્તામાં પાર્ક કરી દેવાકતાં ટોઈંગ કરી વાહન માલિકોને દંડ ફટકાર્યો..
Views: 76
Read Time:2 Minute, 10 Second