0
0
Read Time:1 Minute, 6 Second
રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાના મચ્છી માર્કેટમાં દુકાનની આડમાં આંકડા નો ધંધો કરનાર એક શખ્સને એલસીબી પોલીસે પકડી કાયદેસર કાર્યવાહી કરી છેમળતી માહિતી મુજબ એલસીબી પોલીસ માણસો રાજપીપળા ટાઉનમાં જુગાર ની રેઇડ માં નીકળ્યા હતા ત્યારે બાતમી મળતાં જૂની સબજેલ પાછળ રહેતા મહંમદ જમીલ ઉર્ફે જીમ્મી મહંમદ યુનુસ શેખએ પોતાના ઘર આગળ ખુલ્લી જગ્યામાં બનાવેલ દુકાનમા આંકડા લખી તેમજ પોતાના મોબાઇલમાં દરબાર નગરપાલિકા( રહે રાજપુત ફળીયા _ના નામથી મોબાઈલ નંબર સેવ કરેલ હોય તેની પાસેથી મોબાઇલમાં વોટસએપમાં આંકડાનો જુગાર રમી રમાડી અંગ ઝડતીના રોકડા .૬૧૫ તથા મોબાઇલ નંગ ૧ કિ.રૂ. ૫૦૦૦મળી કુલ રૂપિયા ૫,૬૧૫ સાથે પકડાઇ જતા એલસીબી એ ગુનો દાખલ કર્યો હતો