અંકલેશ્વરમાં નાના વાહનોની અવરજવર માટે બનાવવામાં આવેલાં આમલાખાડી અંડરબ્રિજમાં વિશાળ ટ્રેલર ફસાય જતાં અન્ય વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. અંકલેશ્વરમાં પીરામણ ગામ નજીક આમલાખાડીનો અંડરપાસ આવેલો છે. આ અંડરપાસમાંથી નાના વાહનોની અવરજવર રહેતી હોય છે. આ અંડરપાસમાં વિશાળ ટ્રેલર ફસાય જતાં બ્રિજના માળખાને નુકશાન થયું છે.કન્ટેનર લઇને પસાર થતું ટ્રેલર બ્રિજ સાથે અથડાતાંની સાથે કન્ટેનર ટ્રેલર પરથી નીચે પડી ગયું હતું અને ડ્રાયવર પણ આમલાખાડીમાં પડી જતાં સહેજમાં રહી ગયો હતો. અકસ્માત બાદ ટ્રેલરનો ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.ઘટના બાદ અંડરપાસમાંથી પસાર થતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ નિલેશ ચોકડી પાસે આવેલાં ઓવરબ્રિજ સાથે વિશાળ મશીનરી ભરેલાં વાહનો ટકરાય ચુકયાં છે. આ ટકકર એટલી ભીષણ હતી કે બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ રાખી તેનું રીપેરીંગ કરવું પડયું હતું. આમલાખાડી અંડરપાસમાં ભારદારી વાહનો ન પ્રવેશી જાય તે માટે એન્ગલો લગાડવામાં આવી છે તેમ છતાં આવા બનાવો બની રહયાં છે.
અંકલેશ્વરમાં ડ્રાઇવરની બેદરકારીથી આમલાખાડી અંડરબ્રિજમાં ટ્રેલર ફસાયું
Views: 75
Read Time:1 Minute, 31 Second