ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ આરતી ઈન્ડસ્ટ્રીઝ અલગ-અલગ પ્રકારના કેમિકલનુ ઉત્પાદન કરે છે. કંપનીમાં ફરજ બજાવતા એસોસિયેટ ફેમિલી કર્મચારીઓ દ્વારા છેલ્લા બે દિવસથી કંપની મેનેજમેન્ટમાં નવા લદાયેલા નિયમનો વિરોધ કરી રજૂઆત કરવામાં આવી રહી છે. કર્મચારીઓએ જણાવ્યું હતું કે હાલમાં જે કર્મચારીઓ કંપનીમાં ફરજ બજાવે છે તેમને અન્ય કંપનીમાં જવા માટે રાજીનામું મૂકવું પડે છે તે રાજીનામા બાદ એક માસ સુધી કંપનીમાં ફરજ બજાવી પડતી હોય છે તેવા નિયમ લાગુ હતો.પરંતુ આરતી ઈન્ડસ્ટ્રીઝના મેનેજમેન્ટ દ્વારા એક માસના બદલે ત્રણ માસ સુધી રાજીનામા બાદ કંપનીમાં ફરજ બજાવી ફરજિયાત કરી હોવાનો નિયમ લાવતા એસોસિએટ ફેમિલી કર્મચારીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજરોજ કંપનીના સેંકડો કર્મચારીઓ દ્વારા કંપની સંકુલમાં એકત્ર થઈ સૂત્રોચાર સાથે કંપની દ્વારા ત્રણ માસ સુધી ફરજ બજાવી ફરજીયાત હોવાનો નિયમ લાદી દેવામાં આવતા વિરોધ કર્યો હતો.
ઝઘડિયાની આરતી ઇન્ડસ્ટ્રિઝમાં કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન
Views: 80
Read Time:1 Minute, 25 Second