સગીરાને ભગાડી જનાર ઇન્દોરનો યુવક ઝડપાયો
ઝઘડિયા તાલુકાના નાની ઇન્દોર ગામનો મુબારક ઈસ્માઈલ દિવાન નામનો ઇસમ યુવાન તા.25 જૂનના રોજ 14 વર્ષીય સગીરાને લગ્ન કરવાના ઈરાદે ઘરેથી લઇ નાસી ગયો હતો.પરિવારજનોએ બંનેની શોધખોળ કરી હતી પરંતુ તે મળ્યા ન હતા. પરિવારજનોએ પોલીસ મથકમાં મુબારક ઈસ્માઈલ દિવાન સામે ફરિયાદ નોંધાવી હતી.
સાત-આઠ દિવસ બાદ સગીરાની કોઇ ભાળ નહીં મળતા પરિવારજનો તથા સમાજના આગેવાનો દ્વારા પોલીસ મથકે ઉગ્ર રજૂઆતો કરી વિધર્મી યુવકની ધરપકડ કરવાની રજૂઆત કરી હતી. દરમિયાન આરોપી મુબારક ઈસ્માઈલ દિવાન સગીરા સાથે વડોદરાના સિસવા ગામે હોવાની પોલીસને માહિતી મળી હતી. જેથી પોલીસ ટીમ દ્વારા સિસવા ગામે જઇ તપાસ કરતાં મુબારક ઈસ્માઈલ દિવાન ધરપકડ કરી સગીરાને હસ્તગત કરી કાર્યવાહી હાથ ધરી છે.યુવકે સગીરાનું ધર્માંતર કરાવ્યું હશે તો લવ જેહાદના કાયદા હેઠળ મુસ્લિમ યુવક મુબારક દિવાન વિરુદ્ધ ગુનો દાખલ કરાશે.