ઘરફોડ ચોરીનાં બનાવો શોધી કાઢવા અંગે ભરૂચ એલ.સી.બી. પોલીસ, જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ પી.આઇ.જે.એન.ઝાલાનાં આદેશ મુજબ કામગીરી કરી હતી ત્યારે મળતી બાતમીનાં આધારે ભરૂચ એલ.સી.બી. નાં પી.એસ.આઇ. પી.એસ. બરંડા, વાય.જી.ગઢવી તથા તેમનં માણસોએ કામગીરી કરી હતી. જેમાં મળતી બાતમીનાં આધારે પાનોલી GIDC માં આવેલ ટોપીવાળા ક્રીમ્પર્સ પ્રા.લિ. કંપનીમાંથી થયેલ ઘરફોડ ચોરીનાં બનાવમાં ઈલેકટ્રીક મોટરો તથા કેબલ વાયર તેમજ એલ્યુમિનિયમ સામાનની ચોરી થઈ હતી. આ બાબતે અંકલેશ્વર રૂરલ પોલીસ મથક ખાતે તા.14/7/2020 નાં રોજ ગુનો દાખલ કર્યો હતો. જે ગુનામાં સંડોવાયેલ બે રીઢા આરોપીઓને ઝડપી પાડેલ આ આરોપીઓમાં 1) વીરૂ ઉર્ફે ભૈરવ લક્ષ્મણસિંગ રાજપૂત રહે. એમ.પી. નગર કાપોદ્રા મૂળ રહે. રાજાજી કરેડા રાજસ્થાન 2) પ્રદીપકુમાર ઉર્ફે બંગાલિ બીરેન્દ્રનાથ મૈતી રહે.સંજાલી મૂળ રહે. મિદનાપુર પશ્ચિમબંગાળ જેમની પાસેથી કોપર વાયર 20.300 કિલોગ્રામ કિં.રૂ.4060, જૂની ઇલેક્ટ્રીક મોટરો નંગ 3 કિં.રૂ.30,000, ટાટા એસ ટેમ્પો કિં.રૂ.બે લાખ મળી કુલ 2,34,060 ની મત્તા જપ્ત કરવામાં આવી. આ ગુનામાં ઝડપાયેલ આરોપીઓનો ઇતિહાસ જોતાં વીરૂ અગાઉ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન તથા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન તેમજ વડોદરા જીલ્લાનાં કરજણ પોલીસ સ્ટે. નાં ગુનાઓની ચોરીમાં પકડાયેલ છે. તેમજ પ્રદીપ અગાઉ કરજણ પોલીસ સ્ટેશનમાં ચોરીનાં ગુનામાં ઝડપાયેલ છે.
પાનોલી GIDC માં આવેલ ટોપીવાળા ક્રીમ્પર્સ પ્રા.લિ. કંપનીમાંથી થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ એલ.સી.બી.
Views: 87
Read Time:2 Minute, 11 Second