ત્રણ મહિનાનું પગાર બાકી હતું લોક સંઘર્ષ સમિતિ દ્વારા રજુઆત કરતાં વન વિભાગ નર્મદા દ્વારા પગાર ચુકવવામાં આવ્યું.
રાજ્ય સ્તરે હોય કે રાષ્ટ્રીય સ્તર વિપક્ષ કોઈ જ જગ્યાએ છે જ નથી. માત્ર એક લોક સંઘર્ષ સમિતિ જ દમદાર અને આક્રમક વિપક્ષની ભુમીકા નિભાવી આક્રમક બની ધારદાર સત્ય રજુઆત શ્રી સરકારમા કરી પ્રજાજનોની સમસ્યાનો સુખાકારી સમાધાન કરે છે.
નર્મદા જિલ્લાના વન વિભાગ નર્મદા ના રોજમદાર કર્મચારીઓને છેલ્લા ત્રણ -ત્રણ મહિનાથી પગાર આપવામાં આવેલ ન હતું જે બાબતે રોજમદાર કર્મચારીઓ દ્વારા લોક સંઘર્ષ સમિતિ નું સંપર્ક કરવામાં આવ્યું હતું અને સત્ય હકીકત જણાવી હતી ,જે બાબતે લોક સંઘર્ષ સમિતિ દ્વારા તાત્કાલિક અસરથી માનનીય મુખ્યમંત્રીશ્રી વિજ્ય રૂપાણી સાહેબ ગુજરાત સરકારને આવેદન 01/06/2021 નાં રોજ આપ્યું છે તેમજ નાયબ વન સંરક્ષક સાહેબ નર્મદા રાજપીપળા ને પણ આપ્યું છે.
લોક સંઘર્ષ સમિતિ નાં પ્રમુખ “નઝીર મકરાણી” દ્વારા નાયબ વન સંરક્ષક સાહેબ નર્મદા રાજપીપળા ની મુલાકાત લઈ આવેદન ની નકલ આપવામાં આવેલ હતું ત્યારે ,A C F નર્મદા દ્વારા નઝીર મકરાણી ને જણાવવામા આવ્યું હતું કે વન વિભાગ નર્મદા ના રોજમદાર કર્મચારીઓ નાં ખાતામાં એક મહીના નું પગાર અત્યારે જ નાંખી દેવામાં આવ્યું છે ! અને બીજા બે 02 મહિનાનું પગાર બે -ત્રણ દિવસ પછી રોજમદાર કર્મચારીઓ નાં ખાતામાં નાંખી દેવામાં આવશે.
આક્રમક વિપક્ષની ભુમીકા ભજવનાર લોક સંઘર્ષ સમિતિ રજૂઆત ની સિધી અસર થઈ છે અને વન વિભાગ નર્મદા રાજપીપળા રોજમદાર કર્મચારીઓની આર્થિક ભીંસની સમસ્યાનો સુખાકારી સમાધાન થયું છે.