કાપોદ્રા પાસે આવેલા ગોડાઉનમાંથી ઓસ્ટ્રેલિયન કોલસા કૌભાંડ ઝડપાયું, 5ની ધરપકડ, રૂ. 18.65 લાખનો મુદ્દામાલ જપ્ત

દહેજ અદાણીથી ટ્રકોમાં નીકળતા ઓસ્ટ્રેલિયન કોલસાને કાઢી લઈ થાનની માટી અને ફ્લાયએશ ભરવાનું કૌભાંડ ભરૂચ LCBએ કાપોદ્રા ગોડાઉનમાંથી ઝડપી પાડ્યું છે. ભરૂચ LCBએ અંકલેશ્વર NH 48 ઉપર કાપોદ્રા પાસે આવેલા ગોડાઉનમાં ઓસ્ટ્રેલિયન કોલસા કૌભાંડને પકડી પાડ્યું છે. લક્ષ્મી સ્ટીલ ગોડાઉનની બાજુમાં મોરબીના દિનેશ પટેલ અને હરેશ ઝાલરીયાએ ગોડાઉન ભાડે રાખ્યું હતું. જેનો વહીવટ રાજકોટનો તિલક રાજેશ સેરસિયા કરતો હતો.દહેજ અદાણીથી નીકળતો અને ટ્રાન્સપોર્ટમાં જતો ઓસ્ટ્રેલિયન કોલસો અહીં સગેવગે કરાતો હતો. જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે રેડ કરતાં ટ્રકમાંથી ઓસ્ટ્રેલિયન કોલસો કાઢી તેની જગ્યાએ ફ્લાયએશ અને થાનની માટી ભરવાનું રેકેટ રંગે હાથ પકડાયું હતું. LCBએ સ્થળ પરથી દિનેશ પટેલ, લોડર ડ્રાઈવર મૂળ બિહાર અને હાલ કાપોદ્રા લક્ષ્મી ટ્રેડર્સ ગોડાઉનમાં રહેતો સોનુ ગણેશરાય યાદવ, મૂળ UPનો સૂરજ રામપ્રીત ચૌહાણ તેમજ મહારાષ્ટ્રના MGR ટ્રાન્સપોર્ટના ખાન બંધુઓ સલમાન ખાન અને અરબાઝ ખાનની અટકાયત કરી હતી.

હાલ સુરત રહેતો અરબાઝ ખાન ટ્રક ડ્રાઈવર હતો, જ્યારે તેનો ભાઈ સલમાન ખાન ક્લિનર તરીકે કામ કરતો હતો. સ્થળ પરથી 55 ટન કોલસો, 50 ટન માટી, 20 ટન ફ્લાયએશ, ટ્રક, લોડર, 5 મોબાઈલ મળી કુલ રૂ. 18.65 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એલસીબી આગળની તપાસ ચલાવી રહી છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

મહુવાડા ગામેથી 1.48 લાખના દારૂ સાથે એક બૂટલેગર ઝબ્બે

Tue May 24 , 2022
ઝઘડિયા તાલુકાના મહુવાડા ગામેથી ભરૂચ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂ.1.48 લાખની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારુ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ એલસીબી પીએસઆઇ જે.એન.ભરવાડ ટીમ સાથે જ તા.22મીના રોજ ઉમલ્લા પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડિયા તાલુકાના […]

You May Like

Breaking News