ભરૂચઃ કોરોનાની વકરતી જતી સ્થિતિ વચ્ચે જિલ્લા અધિક કલેકટરનું જાહેરનામું, 4થી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ…

Views: 87
0 0

Read Time:2 Minute, 44 Second

GNFC કંપનીના 10 કર્મીઓ દુબઈમાં કોરોના સંક્રમિત, ટાઉનશીપમાં પણ 5 થી વધુ એક્ટિવ કેસ.

એક વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ આવતા GNFC સ્કૂલને સેનેટાઇઝ કરી બે દિવસ બંધ કરાઈ

એમિટી શાળામાં પણ એક વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત

ઓફલાઈન વર્ગોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી વચ્ચે ફરી ઓનલાઈન વર્ગો શરૂ કરવા રજૂઆતોભરૂચમાં રોજે રોજ વધતા જતા કોરોનાના કેસો વચ્ચે જિલ્લા વહીવટી તંત્રે ધારા 18 જાન્યુઆરી સુધી 4 લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ જારી કરી દીધો છે. વધતા જતા કોરોનાના જિલ્લામાં કેસો વચ્ચે સ્કૂલોમાં હવે ઓફલાઇન શિક્ષણમાં વિધાર્થીઓમાં ઘટાડા સાથે વાલીઓએ ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા રજૂઆતો શરૂ કરી દીધી છે. સાથે જ કોરોનાની વકરતી જતી સ્થિતિ વચ્ચે સભા, સરઘસ, રેલી, મંડળી રચવા ઉપર ભરૂચ જિલ્લા અધિક કલેકટર જે.ડી. પટેલે જાહેરનામા થકી અંકુશ લાદી દીધો છે.

GNFC કંપનીના 10 કર્મીઓ દુબઈમાં કોરોના સંક્રમિતબીજી તરફ ભરૂચની જીએનએફસી કંપનીના બોઇલર વિભાગમાંથી દુબઈ ફરવા ગયેલા 12 કર્મચારીઓ પૈકી 10 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા ત્યાં જ કવોરંટાઇન કરી દેવામાં આવ્યા છે. જેઓ 14 દિવસ દુબઈમાં જ અટવાઈ જતા પરિજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

GNFC સ્કૂલની એક વિદ્યાર્થીની પણ કોરોનાની ચપેટમાં આવી

GNFC ટાઉનશિપમાં પણ હાલ 5 થી વધુ કોરોનાના એક્ટિવ કેસ હોવાના અહેવાલો સામે આવ્યા છે. આટલું ઓછું હોય તેમ GNFC સ્કૂલની એક વિદ્યાર્થીની પણ કોરોનાની ચપેટમાં આવી જતા શાળાને સેનેટાઇઝ કરી બે દિવસ માટે બંધ કરી દેવાઈ છે. તો શહેરની એમિટી સ્કૂલમાં પણ ધોરણ 8 નો એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હતો. હવે જિલ્લા અને શાળાઓમાં વધતા જતા કોરોનાના કેસને લઈ વાલીઓ વિધાર્થીઓને શાળાએ મોકલવામાં પાછી પાની કરી રહ્યા હોય ઓફલાઇન વર્ગોમાં વિદ્યાર્થીઓની પાછી પાની વચ્ચે ઓનલાઈન વર્ગો શરૂ કરવા હવે સ્કૂલો ઉપર દબાવ વધી રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ /ધારિયા અને કુહાડી જેવા હથિયારો સાથે નગ્ન પ્રદર્શન કરી અરાજકતા ફેલાવનારા યુવાનો પોલીસ ગીરફતમાં આવતા હવા નીકળી ગઈ, હાથ જોડી પોલીસ સામે કરગર્યા માફ કરી દો અમારી ભૂલ થઈ ગઈ...

Fri Jan 7 , 2022
Spread the love              અશોકા બિલ્ડકોમ કંપનીના 4 સિકિયોરિટીના યુવાનોએ હાથમાં ધારીયા અને ફરશી વડે સ્ટંટ કરી હથિયારોનું નગ્ન પ્રદર્શન કર્યું હતું સોશ્યલ મીડિયા ઉપર વિડીયો વાયરલ બનાવવા કરેલા કૃત્યમાં પોલીસે ધરપકડ કરતા જ કહ્યું સાહેબ ભૂલ થઈ ગઈ માફ કરી દો બે બાઇક, મોબાઈલ, હથિયારો સાથે ચારેય સામે ગુનો દાખલ […]

You May Like

Breaking News

error: Content is protected !!