ભરૂચ : બંબુસર ગામ નજીક અલ્ટો કાર અને આઇસર ટેમ્પાનો સર્જાયો ગમખ્વાર અકસ્માત, 7 જેટલા લોકોને ઇજા

• અકસ્માતમાં અલ્ટો તેમજ આઇસરમાં સવાર 7 જેટલા લોકોને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

• અકસ્માતની વાત વાયુ વેગે પ્રસરી જતાં લોકોના ટોળે ટોળા

ભરૂચ તાલુકાના બંબુસર ગામ નજીક નબીપુર ઝનોર રોડ ઉપર રાત્રીના 10 વાગ્યાના અરસામાં કાર અને આઈસર ટેમ્પાનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર અલ્ટો કાર નંબર જી.જે.16 કે 6593 નબીપુર તરફથી ઝનોર તરફ જઈ રહ્યો હતો અને આઇસર ટેમ્પો નંબર જી.જે 20 યું 3201 ઝનોર તરફથી નબીપુર તરફ જઈ રહ્યો હતો તે સમયે અલ્ટો કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા આઇસર ટેમ્પા ના આગલા ભાગે ધરાકા ભેર ભટકાયો હતો એમાં કારમાં સવાર 3 ને અને આઇસર ટેમ્પા માં સવાર 4 લોકોને એમ કુલ 7 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી જેમાં કારમાં સવાર 1 નાના બાળકને પણ ઈજાઓ પહોંચી હતી બનાવની જાણ બંબુસર ગામ લોકોને થતાં ગામ માંથી લોકો દોડી આવી કારમાં સવાર લોકોને હેમખેમ બહાર કાઢી તમામ 7 જેટલા લોકોને હોસ્પિટલ ખસેડયા હતા અકસ્માતની જાણ વાયુ વેગે પ્રસરી જતાં એક સમયે નબીપુર ઝનોર રોડ ઉપર લોકોના ટોળે ટોળા જમ્યા હતા અત્રે ઉલ્લેખનીય છેકે અલ્ટો કારમાં નાનું બાળક હોઈ મોટી જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સિંહણે 6 મહિના પૂર્વે બે સિંહબાળને જન્મ આપ્યો, બંનેનું નામકરણ કરવામાં આવ્યું

Mon May 23 , 2022
એકતા નગર (કેવડિયા)ની જંગલ સફારીમાં વનરાજાના ઘેર નાના બે સિંહ બાળનું આગમન બંને નું નામ કરણ કરવામાં આવ્યું, એકનું નામ સિમ્બા અને બીજાનું નામ રેવા નામ રાખવામાં આવ્યું. છ મહિના ની ઉમર થતા સશક્ત બાળ સિંહો ને પ્રવાસીઓ જોઈ શકે એ માટે તેની માતા સાથે બહાર સિંહ પાંજરામાં રાખવામાં આવ્યા […]

You May Like

Breaking News