0
0
Read Time:58 Second
અંકલેશ્વર ઓએનજીસી કોલોની નજીક ટ્રેલર અને સ્કોર્પિયો ગાડી વચ્ચે અકસ્માત સજર્યો હતો. ઓએનજીસી ઓવર બ્રિજના ધાર પાસે અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર ઓએનજીસી કોલોની નજીક ઓએનજીસી ઓવરબ્રિજ પાસે ગત રાત્રી ના ટર્નીંગ પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાત્રી ના બ્રિજ ના છેડા પાસે આવી રહેલ ટ્રેલર સાથે સ્કોર્પિયો કાર વચ્ચે ધડાકાભેર ટક્કર સર્જાઈ હતી જેમાં કારની આગળના ભાગનો ખુરદો બોલી ગયો હતો. જયારે સ્કોર્પિયો સવાર 4 ઈસમને ઇજા પહોંચતા તેમને 108ની મદદ થી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે ઘટના અંગે હજી સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.