• પત્રકાર એકતા પરિષદના તાલુકા પ્રમુખ પદે ભરતભાઇ કડીયાની વરણી કરાઈ
પત્રકાર એકતા પરિષદના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ પંડ્યાના માર્ગદર્શન હેઠળ તા.17/05/2022 ને મંગળવારના રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં પત્રકાર એકતા પરિષદની રચના કરવા માટે મિટિંગ યોજાઈ હતી. જેમાં પ્રદેશ સ્તરે થી મનોજભાઈ રાવલ, અરવલ્લી જિલ્લા પ્રમુખ વિપુલભાઈ રાણા,ઉપ પ્રમુખ શૈલેષભાઇ પંડ્યા,વૈભવભાઈ રાઠોડ,અમિતભાઇ ઉપાધ્યાય,બાબરભાઈ પટેલ,જયદીપ ભાટિયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
પત્રકાર એકતા પરિષદની રૂપરેખા રજૂ કરતાં જિલ્લા પ્રમુખ વિપુલભાઈ રાણાએ જણાવ્યું હતું કે, ગુજરાતના 33 જિલ્લા અને તમામ 252 તાલુકા કારોબારી ધરાવતું રાજ્યનું સૌ પ્રથમ અને એકમાત્ર સંગઠન છે. તાલુકા કે જીલ્લા કક્ષાએ કાર્યરત પત્રકારો સંગઠન સાથે જોડાઈને નાના મોટા મતભેદો ભૂલીને એક થાય તે હેતુથી પત્રકારોનો અવાજ બુલંદ કરવા સંગઠિત થવા આહ્વાન કર્યું હતું.જિલ્લાના ઉપપ્રમુખ શૈલેષભાઇ અને વૈભવભાઈ તેમજ અમિતભાઈએ સંગઠનમાં જોડાવાથી થતાં ફાયદાઓ અને સંગઠનની તાકાત વિશે વિસ્તારથી સમજૂતી આપી હતી. આજના સમયમાં સંગઠન શક્તિ એ જ સર્વોપરિ છે. જેથી વધુને વધુ પત્રકારો આપણા સંગઠનમાં જોડાય તે માટે પ્રેરિત કર્યા હતા.મોડાસા તાલુકાના પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ તરીકે શ્રી ભરતભાઇ કડીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેને સૌ કોઈએ હર્ષ અને તાળીઓ સાથે વધાવી હતી. આ ઉપરાંત ઉપપ્રમુખ પદે શ્રી મેહુલભાઈ જોશી, વિનોદભાઈ ભાવસાર અને નરેશભાઈ ભરવાડની નિમણૂંક કરાઈ હતી. જ્યારે મહામંત્રીપદે ભરતભાઈ ભાવસાર તથા સૌરભભાઈ ત્રિવેદીની,મંત્રી પડે જીતેન્દ્ર ભાટિયા,ઈમ્તિયાઝભાઈ ચીસ્તી અને યોગેશભાઈ શાહ સહમંત્રી તરીકે તૌશીફ ભાઈ શેખ,કાદરભાઈ ડમરી,રવિભાઈ પટેલ જ્યારે ખજાનચી તરીકે બકોરભાઈ પટેલ તેમજ સલાહકાર તરીકે ઈકબાલભાઈ ચીસ્તી અને આઇટી સેલમાં નીતિનભાઈ પંડ્યા તેમજ અજયભાઈ નાયકની નિમણૂંક કરાઈ હતી નવા વરાયેલા તમામ હોદેદારોએ એકમતે પત્રકાર એકતા પરિષદને મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ ને સફળ બનાવવા મોડાસાના પ્રખ્યાત ડૉકટર.મુકેશભાઈ પટેલે સંપૂર્ણ સહયોગ આપી આગામી દિવસોમાં પત્રકારો માટે જે કોઈ તબીબી સહકારની આવશ્યકતા ઉભી થાય તે માટે સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી,આ કાર્યક્રમ ને સફળ બનાવવા જિલ્લા ઉપ પ્રમુખ વૈભવભાઈ રાઠોડ અને આઇટી સેલના ઋત્વિકભાઈ સોનીએ ભારે જહેમત ઉઠાવી હતી.