દહેજ પોલીસ મથકની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, જોલવા ગામ પાસેે રિલાયન્સ પેટ્રોલપંપની બાજુમાં લુવારા ગામનો નિકુલ ચુડાસમા તેમજ હરેશ આહિર અર્ટીગા કારમાં દારૂ ભરી લાવી વેચાણ માટે આવે છે. જેના પગલે ટીમે તુરંત સ્થળ પર દરોડો પાડયો હતો.કારને રોકી તલાશી લેતાં તેમાં ડ્રાઇવર સીટ પર પોલીસ કોન્સ્ટેબલ મરીન કમાન્ડો નિકુલ પુરજી ચુડાસમા એસઆરપી ગ્રુપ 8 ( ગોંડલ ગ્રુપ) તેેમજ તેની સાથે ભાવનજી ઉર્ફે હરેશ ઝાલા (આહીર) હોવાનું જણાયું હતું. ટીમે તેમની કારની તલાશી લેતાં કારમાં અલગ અલગ બ્રાન્ડની કુલ 68 હજારથી વધુની મત્તાની 168 બોટલો મળી આવી હતી.ટીમે તેમના પાસેથી 10 હજારના બે મોબાઇલ તેમજ કાર મળી કુલ 5.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને વિરૂદ્ધ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એન. કે. મોરીએ મામલામાં વધુ તપાસ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
2 આરોપી 68 હજારના દારૂ સાથે ઝબ્બે:મરીન કમાન્ડોએ ખાખી લજવી દારૂની હેરાફેરીમાં સંડોવણી ખુલી
Views: 140
Read Time:1 Minute, 19 Second