ગુજરાત સ્થાપના દિવસે જ ભરૂચથી BTP સાથે ગઠબંધન કરી AAPની એન્ટ્રી પેહલાં જ રાજકારણ ગરમાવા સાથે વિવાદ પણ છેડાયો હતો. આજે પેહલી મે ગુજરાત સ્થાપના દિવસે દિલ્હી મુખ્યમંત્રી AAP સુપ્રીમો ગુજરાતના રાજકારણમાં નવું જોડાણ કરવા આવ્યા હતા. વાલિયા તાલુકાના ચંદેરીયા ખાતે BTPના સુપ્રીમો છોટુ વસાવા સાથે AAPનું વિધિવત ગઠબંધન થવાનું હતું. જોકે,તે પેહલાં સુરત ખાતે અરવિંદ કેજરીવાલના આગમન સમયે ભારે ભીડ ઉમટી પડી હતી.પોલીસને VIP અને VVIP ની સુરક્ષા, બંદોબસ્ત હતો. કોનવે સમયે કેટલાક લોકોએ ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. જેને સુરત પોલીસે સુરક્ષાના કારણોસર અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ સોશિયલ મીડિયા ઉપર ગુજરાત આપ મિશન 2022 નામના એકાઉન્ટ પર મુકેલા વિડીયોથી રાજકીય વિવાદ છેડાયો હતો. જેમાં વિડીયો મૂકી લખ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં આયોજિત આદિવાસી સંમેલનમાં ભાગ લેવા જઈ રહેલા આપના પ્રદેશ નેતા અને કાર્યકર્તાઓના વાહનોને તાનાશાહ સરકારના ઈશારે અટકાવવામાં આવી રહ્યાં છે. જેથી તેઓ સમયસર સભા સ્થળે પહોંચી ન શકે.!આ વીડિયોને લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે જરૂરી સ્પષ્ટતા સાથે ખુલાસો કર્યો હતો. ભરૂચ SPએ સોશ્યલ મીડિયામાં જણાવ્યું હતું કે, આ માહિતી તદ્દન ખોટી રીતે દર્શાવી છે. આ બનાવ સુરતનો છે. જેમાં VIP સિક્યુરિટી દરમિયાન કોનવેમાં કેટલાક લોકો ઘુસવા માંગતા હતા. સુરક્ષાના ભાગરૂપે બંદોબસ્તમાં રહેલી પોલીસે તેમને રોક્યા હતા.
ગુજરાતમાં કેજરીવાલની એન્ટ્રી ટાણે જ વિવાદ, વીડિયોને SPએ રદિયો આપ્યો
Views: 73
Read Time:2 Minute, 6 Second