ભરૂચ દૂધધારા ડેરી દ્વારા મહિનામાં ત્રીજી વખત ભરૂચ અને નર્મદા જિલ્લાના 60 હજાર પશુપાલકોને દુધના ખરીદભાવમાં વધારો કરી આપ્યો છે. પ્રતિ કિલો ફેટ રૂપિયા 25 નો ભાવ વધારો 11 એપ્રિલથી અમલી થવા સાથે પશુપાલકોને હવે ₹725 મળશે. રાજ્યમાં ભરૂચ દૂધધારા ડેરી કિલો ફેટના ભાવમાં ત્રીજા નંબરે આવી ગઈ છે. ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે અગત્યની જાહેરાત કરી છે.ભરૂચ અને નર્મદા જીલ્લાના પશુપાલકો માટે ખુશી ફેલાવી ડે તેમ મહિનામાં ત્રીજીવાર દૂધના ખરીદ ભાવમાં કરવામાં આવ્યો છે. ભરૂચ દૂધ ધારા ડેરી દ્વારા દૂધ ખરીદ ભાવમાં કિલો ફેટે ₹25 નો વધારો કરાયો છે. નવો ભાવ 11 એપ્રીલથી લાગુ થશે. ઉનાળુ સિઝન, ખાણદાણ અને ડિઝલ – પ્રેટ્રોલ સહિત વિવિધ વસ્તુના ભાવ વધવાથી દૂધધારા ડેરી દ્રારા દૂધ ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે ₹25 નો ભાવ વધારો કરાયો છે.
દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂ 25નો વધારો, 60 હજાર પરિવારોને લાભ થશે
Views: 82
Read Time:1 Minute, 17 Second