અંકલેશ્વર ઓએનજીસી કોલોની માં વસુંધરા પરેડ ગ્રાઉન્ડ ઉપર ઓએનજીસીના ફાયરના લાશ્કરો દ્વારા ફાયર સેફ્ટી અને આગ સમયે ની સમયસૂચકતા બાબતે ડેમોસ્ટ્રેશન અંગે મોકડ્રીલ યોજાયું હતું જેમાં લાશ્કરોની પોતાના જાન ના જોખમે જાન માલનું બચાવ કાર્ય તેમજ કાર્ય પદ્ધતિ નું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર ઓએનજીસી દ્વારા ફાયર સર્વિસ વીક અંતર્ગત કોલોનીમાં આવેલ વસુંધરા પરેડ ગ્રાઉન્ડ ખાતે ઓએનજીસીના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેની અધ્યક્ષતા હેઠળ ફાયર સેફ્ટી ડેમોસ્ટ્રેશનનું મોકડ્રીલ યોજાયું હતું જેમાં ઓએનજીસીના ફાયર વિભાગના લાશ્કરોએ આપાત કાલીન પરિસ્થિતી તથા આગના બનતા બનાવોને ફાયર વિભાગની ટીમ કેવી રીતે રોકી શકે છે .જે અંગે ફાયર વિભાગના લાશ્કરો એ પોતાના જાનને જોખમમાં મૂકીને યુનિટને બચાવતા હોય છે જે અંગેનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આગની ઘટનામાં કેવી રીતે નુકશાન થતું બચાવવા માટે જે પ્રયાસો કરવામાં આવે છે જે ખુબજ સરાહનીય હોય છે અને લોકોમાં સલામતી અંગે જાગૃતતા ફેલાય તે ખુબજ જરૂરી છે.આ પ્રેસંગે ઓએનજીસી મહિલા સમિતિના પ્રમુખ અંજલી ગોખલે, એચઆર હેડ એસ. ભટ્ટાચાર્ય સહીતના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ફાયરના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર ONGCમાં ફાયર સેફ્ટી ડેમોન્સ્ટ્રેશનની મોકડ્રીલ, લાશ્કરોની કોઠાસૂઝથી આગ સામે સુરક્ષા થઇ શકે છે
Views: 73
Read Time:1 Minute, 51 Second